ઓલ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા ચર્ચાસત્ર યોજાયું

ઓલ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા ચર્ચાસત્ર યોજાયું
મુંબઈ, તા. 22 : ઓલ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ મુંબઈ દ્વારા ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરમાં `આવકવેરા ધારા 1961 હેઠળ વેપારમાં રોકડાની લેવડદેવડ' વિષય ઉપર ચર્ચાસત્ર યોજાયું હતું. જાણીતા કાનૂની નિષ્ણાત શશી બેકલે વિષય પર બારીકાઈથી વિવેચન કર્યું હતું અને હાજર સભ્યોના સવાલોના જવાબ આપીને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
અધ્યક્ષ આર વી શાહે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કાઉન્સિલના હોદ્દેદારો પૈકી ધરમદાસ મહેતા, અનિલભાઈ પારેખ, પ્રમોદભાઈ શાહ અને હરિરામ ચૌધરી હાજર રહ્યા હતા.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust