`મૈં હું અપરાજિતા''માં પુનિત તેજવાનીની ઍન્ટ્રી

`મૈં હું અપરાજિતા''માં પુનિત તેજવાનીની ઍન્ટ્રી
ઝી ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ મૈં હું અપરાજિતામાં અભિનેતા પુનિત તેજવાનીની એન્ટ્રી થઈ છે. હાલના ટ્રેકમાં અપરાજિતા પોતાના જીવનને સમજવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે નવુ પાત્ર મનિશ પ્રવેશ્યું છે. અભિનેતા પુનિત તેજવાની આ ભૂમિકા ભજવે છે. મનીષ અક્ષયનો મિત્ર તથા મોહિનીનો ભાઈ છે. મનીષ જ ઈચ્છતો હતો કે તેની બહેનના લગ્ન અક્ષયની સાથે થાય અને તે ભારત આવીને અક્ષયને બિઝનેસ વિકસાવવામાં મદદ કરે. બધા પર આધિપત્ય ધરાવવાની આદત ધરાવતો મનીષ સિરિયલના દરેક પાત્રના જીવનમાં ઉથલપાથલ કરશે. 
પુનિતે જણાવ્યું હતું કે, હું હંમેશાં અલગ પ્રકારના પાત્રો કરવા ઈચ્છું છું. મનીષ મનનું ધાર્યું કરનારો વર્ચસ્વવાદી યુવક છે. ઝી ટીવી સાથે આ મારો પ્રથમ શૉ છે, પરંતુ હું ઉત્સાહિત છું. ટીમની સાથે ખાસ કરીને અક્ષયની ભૂમિકા ભજવતા માનવ ગોહિલ સાથે મજા આવી છે. અપરાજિતાના જીવનમાં આવતાં વળાંકો દર્શકોને પણ ગમશે એવી મને આશા છે.        

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust