હૉસ્પિટલમાં દાખલ દિલીપકુમારની બહેન ફરીદાની સંભાળ રાખે છે સાયરાબાનો

હૉસ્પિટલમાં દાખલ દિલીપકુમારની બહેન ફરીદાની સંભાળ રાખે છે સાયરાબાનો
દિવંગત અભિનેતા દિલીપકુમારની બહેન ફરીદા હૉસ્પિટલમાં છે અને સાયરાબાનો તથા ભત્રીજો સાકિત તેમની સંભાળ રાખે છે. સાકિત મહેબૂબ ખાનનો પૌત્ર છે અને ફરીદાનું ખૂબ ધ્યાન રાખે છે. સાયરાએ ફરીદાની તબિયત વિશે વાત કરતાં કહ્યું કે, તેઓ સારવારને પ્રતિસાદ આપી રહ્યાં છે. 
જોકે, ફરીદાને શું થયું છે તેની જાણકારી મળી નથી. દિલીપકુમાર અને સાયરાબાનુએ લગ્નજીવનના 56 વર્ષ સાથે પસાર કર્યા હતાં. આથી દિલીપકુમારના અવસાન બાદ સાયરાબાનુ એકદમ એકલા પડી ગયા છે અને તેમને યાદ કરીને રડતા રહે છે. જોકે, દિલીપકુમારના ચાહકો તેમને સંદેશા મોકલીને સ્વસ્થ રહેવાનું જણાવે છે. આ સંદેશાઓ જોઈને તેમને સારું લાગે છે. 

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust