પ્રિયંકા ચોપરાએ દીકરીનો ચહેરો દેખાડયો

પ્રિયંકા ચોપરાએ દીકરીનો ચહેરો દેખાડયો
ફિલ્મ સેલિબ્રિટિઝ પોતાના બાળકોને ગ્લેમર વર્લ્ડથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે. આથી તેઓ નાના હોય ત્યારે તેની તસવીર પણ સોશિયલલ મીડિયા પર ન મૂકાય એની ખાસ કાળજી રાખે છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસે પણ અત્યાર સુધી દીકરી માલતી મેરી ચોપરા જોનાસની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી છે પરંતુ તેનો ચહેરો હાર્ટ ઈમોજીથી છુપાવતી હતી. હાલમાં તેણે જ દીકરીની સુંદર તસવીર પોસ્ટ કરી જે વાયરલ થઈ ગઈ છે. જોકે, આ તસવીરમાં માલતીનો અડધો ચહેરો જ દેખાય છે. તેની આંખોનો હિસ્સો  ગુલાબી ટોપીથી ઢંકાયેલો છે. પ્રિયંકા અને નિકના ચાહકોએ ફોટોને વાયરલ કર્યો છે અને સવાલ પૂછે છે કે માલતી મમ્મી જેવી દેખાય છે કે પપ્પા જેવી? તસવીરમાં માલતીનો ચહેરો પપ્પાને મળતો આવે છે અને તેના વાળ સોનેરી છે. આ જોઈને પ્રિયંકાના ચાહકોને થોડું ઓછું આવ્યું છે. 
2018ના ડિસેમ્બર મહિનામાં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં પ્રિયંકા અને નિકના લગ્ન થયાં હતાં. બાદમાં તેમણે દિલ્હી અને મુંબઈમાં રિસ્પેશન યોજયું હતું. 2002ના જાન્યુઆરી મહિનામાં જોનાસ દંપતી સરોગસી દ્વારા માલતી મેરીના મમ્મી - પપ્પા બન્યાં હતાં.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust