પોલૅન્ડ-મેક્સિકોની મૅચ ડ્રૉ

પોલૅન્ડ-મેક્સિકોની મૅચ ડ્રૉ
સ્ટાર સ્ટ્રાઇકર લેવાનડોસ્કી પૅનલ્ટી ચૂક્યો
દોહા, તા. 23 : ફીફા વર્લ્ડ કપનો ગ્રુપ સીનો મેક્સિકો અને પોલેન્ડ વચ્ચેનો મેચ ડ્રો રહ્યો હતો. બન્ને ટીમ ગોલ કરી શકી ન હતી. મેચના બીજા હાફની 58મી મિનિટે પોલેન્ડનો સ્ટાર સ્ટ્રાઇકર રોબર્ટ લેવાનડોસ્કી પેનલ્ટી કિકમાં ગોલ કરવાનો મોકો ચૂકી ગયો હતો. અંતમાં પોલેન્ડ આથી વિજયના બદલે ડ્રોનાં પરિણામથી સંતોષ માનવો પડયો હતો. બન્ને ટીમને 1-1 પોઇન્ટ ફાળવવામાં આવ્યા હતા. 
આ મેચના ડ્રો રહેવાથી પહેલા મેચમાં ઉલટફેરનો શિકાર બની સાઉદી અરબ સામે 1-2 ગોલથી હાર સહન કરનાર આર્જેન્ટિનાની ટીમને ફાયદો થયો છે. એક જીતથી 3 પોઇન્ટ સાથે સાઉદી ટીમ ટોચ પર છે. આ પછી પોલેન્ડ અને મેક્સિકો છે. તમામ ટીમના બે-બે લીગ મેચ બાકી છે. આર્જેન્ટિના બાકીના બન્ને મેચમાં મેક્સિકો અને પોલેન્ડને હાર આપીને રાઉન્ડ-16માં પહોંચી શકે છે. ગઈકાલના મેચમાં પોલેન્ડ અને મેક્સિકોએ ગોલ કરવાની એકથી વધુ તક વેડફી હતી. પોલેન્ડ પાસે બોલ પોઝિશન વધુ રહી હતી.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust