મુંબઈ મેટ્રો વનની ટિકિટો વૉટ્સઍપ ઉપર મળશે

મુંબઈ, તા. 23 : પ્રવાસીઓની સવલત માટે મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડે (એમએમઓપીએલ) ઇ-ટિકિટની સુવિધા ઉપલબ્ધ કરાવી આપી હતી, પરંતુ આ ટિકિટો લેવા પ્રવાસીઓએ ટિકિટબારી ઉપર જવું પડતું હતું, પરંતુ હવે આ ઇ-ટિકિટ વૉટ્સઍપ ઉપર ઉપલબ્ધ કરાશે. ગુરુવારથી આ સેવા શરૂ થઇ રહી છે. મેટ્રો વન વર્સોવા-ઘાટકોપર લાઇનમાં દરરોજ પોણા ચાર લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. અંધેરીનો ગોખલે બ્રિજ બંધ થયા બાદ મેટ્રો વનના પ્રવાસીઓની સંખ્યા 20 હજારથી વધી ગઈ છે. ટૂંક સમયમાં મેટ્રોમાં ચાર લાખથી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરશે, એમ કંપનીએ જણાવ્યું હતું. પ્રવાસીઓની સવલત માટે હવે મેટ્રો વને ગુરુવારથી વૉટ્સઍપ ઇ-ટિકિટ સેવા શરૂ કરી છે. જેનો લાભ તમામ પ્રવાસીઓ લઇ શકશે. 

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust