આરેમાંથી વૃક્ષોના નિકંદન મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

મુંબઈ, તા. 23 (પીટીઆઇ) :  સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મુંબઈની આરે કોલોનીમાંથી વૃક્ષોને હટાવવાના મુદ્દે ગુરુવારે સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ હેમા કોહલી અને જે બી પર્દીવાલાની પીઠે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ(એમએમઆરસીએલ)ની દલીલ ઉપર ધ્યાન આપ્યું હતું. સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ પ્રકલ્પ માટે 84 વૃક્ષોને કાપવાની જરૂર છે. વૃક્ષના નિકંનનો વિરોધ કરનાર વરિષ્ઠ કાયદાકીય સલાહકારે દાવો કર્યો હતો કે તેમણે એક ઇન્ટરમ એપ્લિકેશન આપી છે. પીઠે જણાવ્યું હતું કે આ બંને અરજીઓ ઉપર અમે કાલે વિચાર કરીશું. આ અદાલત વૃક્ષના નિકંદન બાબતે નિર્ણય લેશે. 
એમએમઆરસીએલે અદાલતને જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ અૉકટોબર 2019થી આરે કોલોનીમાં કોઇ વૃક્ષ કપાયા નથી. 
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સત્તા ઉપર આવતા જ એમવીએ સરકારના નિર્ણયને ફેરવી દીધો હતો અને આરેમાં જ કારશેડ બનાવવાની જાહેરાત કરી હતી. 

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust