અદાણી એન્ટરપ્રાઈસીસ એફપીઓ દ્વારા રૂા. 20,000 કરોડ ઊભા કરશે

શુક્રવારે બોર્ડ મિટિંગમાં નિર્ણય લેવાશે
મુંબઈ, તા. 23 : અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઈસીસ એફપીઓ (ફોલોઓન પબ્લિક ઓફર) દ્વારા રૂા. 20,000 કરોડ ઊભા કરવાનો પ્લાન ધરાવે છે. આ ઈશ્યુ અત્યાર સુધીનો સૌથી મોટો એફપીઓ હશે. આ માટે કંપનીએ શુક્રવારે બોર્ડ મિટિંગ બોલાવી છે. શૅરબજારોમાં ફાઈલ કરેલી વિગત મુજબ શુક્રવાર 25 નવેમ્બરે કંપનીએ બોર્ડ મિટિંગ બોલાવી છે. આ મિટિંગમાં પબ્લિક ઈશ્યુ અથવા પ્રેફરન્શિયલ ઓફરિંગ દ્વારા નાણાં ઊભા કરવા બાબતે નિર્ણય લેવામાં આવશે.
અદાણી એન્ટરપ્રાઈસીસનું લિસ્ટિંગ 1994માં થયું હતું. કંપનીનું માર્કેટ કેપ અત્યારે રૂા. 4.60 લાખ કરોડ જેટલું છે. આ વર્ષે અત્યાર સુધીમાં શૅરનો ભાવ 136 ટકા વધ્યો છે.
કંપનીની ઈક્વિટીમાં પ્રમોટરોનું હોલ્ડિંગ 72.63 ટકા છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 15.59 ટકા, પબ્લિક હોલ્ડિંગ 6.46 ટકા અને મ્યુચ્યુઅલ ફંટસનું હોલ્ડિંગ 1.27 ટકા છે. સ્થાનિક રોકાણકારોમાં એલઆઈસીનું હોલ્ડિંગ સૌથી વધુ 4 ટકા જેટલું છે. રોકાણમાં 800 ગણી વૃદ્ધિ અદાણી એન્ટરપ્રાઈસીસના શૅરમાં જે રોકાણકારોએ 1994માં જાહેર ભરણામાં રોકાણ ર્ક્યુ હતું. એમના રોકાણના મૂલ્યમાં અત્યાર સુધીમાં 800 ગણા કરતા વધુ વધારો થયો છે.
કંપનીએ વર્ષ 2001થી અત્યાર સુધીમાં 22 ડિવિડન્ડ જાહેર ર્ક્યાં છે.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust