ફર્ટિલાઇઝર્સ શૅર્સમાં 12 ટકા જેટલો ઉછાળો

મુંબઈ, તા. 23 : ફર્ટિલાઇઝર્સ સેક્ટરની કંપનીના શૅરના ભાવમાં ગઈકાલે 12 ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી હતી.
આ વર્ષે ચોમાસું નોર્મલ રહ્યું છે. એને પગલે સ્થાનિક ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે ખાતરની સપ્લાયમાં સમસ્યા છે. વાવેતરમાં વધારો વગેરે પરિબળોને કારણે આ વર્ષે ખાતરના વપરાશમાં વધારો થવાની અપેક્ષા છે. આ વર્ષે નફાશક્તિમાં પણ વૃદ્ધિ થવાનો અંદાજ છે.
આરસીએફનો ભાવ 11.65 ટકા વધીને રૂા. 116.40 બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 119.10ના લેવલે પહોંચ્યો હતો. ઇન્ટરિમ ડિવિડન્ડની જાહેરાતનો નિર્ણય લેવા બોર્ડ મિટિંગ 29 નવેમ્બરે મળવાની છે. સપ્ટેમ્બર 2022માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 122 ટકા વધીને રૂા. 261.90 કરોડ થયો છે. આવક બમણા કરતાં વધીને રૂા. 5576 કરોડ થઈ છે.
એનએફએલનો ભાવ 9.61 ટકા વધીને રૂા. 56.45 બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 57.40ના સ્તરે પહોંચ્યો હતો.
જીએસએફસીનો ભાવ 6.88 ટકા વધીને રૂા. 129 બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 130.10ના લેવલે પહોંચ્યો હતો.
જીએનએફસીનો ભાવ 5.43 ટકા વધીને રૂા. 623.95 બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 632.75ના સ્તરે પહોંચ્યો હતો.
ચંબલ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સનો ભાવ 4.32 ટકા વધીને રૂા. 297.15 બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 301.55ના લેવલે પહોંચ્યો હતો.
ઝુઆરી એગ્રોનો ભાવ રૂા. 5.17 ટકા વધીને રૂા. 160.80 બંધ રહ્યો હતો. 
દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 163.45ના સ્તરે પહોંચ્યો હતો.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust