યુવા મતદારો પર સોશિયલ મીડિયાની મોટી અસર

નેતાઓ પ્રચાર માટે સોશિયલ મીડિયા ભણી કેમ?
ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 23 : ચૂંટણી નજીક આવતા જ દરેક પક્ષના નેતાઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારે સક્રિય થઇ જાય છે, છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં પરંપરાગત પ્રચારના સાધનોના બદલે હવે નેતાઓ સોશિયલ મીડિયાના સહારે જઈ રહ્યા છે, એનું મુખ્ય કારણ સામાન્ય લોકોના અચેતન માનસ પર પડતી સોશિયલ મીડિયાની છાપ હોવાનું મનોશાસ્ત્રી માની રહ્યા છે.
ગુજરાતના રાજકારણમાં 2009થી પરંપરાગત પ્રચારનું સ્થાન ધીમે ધીમે સોશિયલ મીડિયાએ લેવાનું શરૂ કર્યું છે, એનું મુખ્ય કારણ ઝડપથી મતદાતાના માનસ સુધી પહોંચી શકાતું હોવાનું દરેક લોકો માની રહ્યા છે. રાજકારણમાં સોશિયલ મીડિયાનો સહારો લેવાની શરૂઆત બે નેતાએ પહેલ કરી એક નરેન્દ્ર મોદી અને બીજા શશી થરૂરે. ભારતના રાજકારણમાં સોશિયલ મીડિયાનો બખૂબી ઉપયોગ નરેન્દ્ર મોદી સિવાય કોઈને આવડ્યો નથી. 2009થી સોશિયલ મીડિયાનો બખૂબી ઉપયોગ કરનાર નરેન્દ્ર મોદી અને શશી થરૂરમાં ફર્ક એટલો છે કે મોદી લોકોના મન સુધી પહોંચાય એવી ભાષાનો ઉપયોગ કરે છે, જ્યારે શશી થરૂરની ભાષા સિમિત વર્ગ સુધી જ રહે છે.
જાણીતા મનોશાસ્ત્રી અને રાજકારણમાં સોશિયલ મીડિયાની મતદારો પર થતી અસર પર સંશોધન કરનાર ડૉક્ટર ગોપાલ ભાટિયાએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ રાજકારણમાં વિકસિત દેશો કરતા હતા, પણ ભારતના રાજકારણમાં એનો ઉપયોગ હવે શરૂ થવા લાગ્યો છે.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust