વિલેપાર્લેમાં સ્ટુડિયો કૌભાંડમાં પાલિકાએ કાર્યવાહીનો ખોટો અહેવાલ રજૂ કર્યો

વિલેપાર્લેમાં સ્ટુડિયો કૌભાંડમાં પાલિકાએ કાર્યવાહીનો ખોટો અહેવાલ રજૂ કર્યો
મુંબઈ, તા. 23 : વિલેપાર્લે પશ્ચિમમાં ગોલ્ડન ટોબેકો કંપનીના પરિસરમાં ખાલી પડેલી જગ્યામાં મોટો સ્ટુડિયો ઊભો કરી દેવાયો હતો અને આ વાતને માનીને પાલિકાએ કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો હતો. આ કાર્યવાહી માત્ર કાગળ ઉપર જ થઈ હોવાનું જાણવા મળે છે. આ બાબતે કાર્યવાહી કરી હોવાનો ખોટો અહેવાલ ઉપાયુકત વિશ્વાસ શંકરવારને રજૂ કરાયો હતો. કે પશ્ચિમ વિભાગના અધિકારીઓએ ખોટો અહેવાલ રજૂ કર્યો હશે તો તપાસ અહેવાલ બાદ યોગ્ય કાર્યવાહી કરાશે, એમ સંકરવારે જણાવ્યું હતું. 
આઠ એકર જમીન ઉપર ઊભી થયેલી ગોલ્ડન ટોબેકો કંપનીના પરિસરમાં પ્રવેશ પ્રતિબંધ હોવા છતાં ત્યાં મોટો સ્ટુડિયો બનાવી દેવાયો હતો. આ સ્ટુડિયો બાબતે જાણકારી મળ્યા બાદ પણ પાલિકાએ કોઇ કાર્યવાહી હાથ ધરી નથી. આ મામલે ખોટો અહેવાલ ઉપાયુકતને સોંપાયા બાદ કાર્યવાહી તેમ જ તપાસના આદેશ અપાયા છે. 

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust