કોસ્ટલ રોડ પ્રકલ્પ : 74 મીટર ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેક એક રાતમાં ઊભી કરાઈ

કોસ્ટલ રોડ પ્રકલ્પ : 74 મીટર ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેક એક રાતમાં ઊભી કરાઈ
મુંબઈ, તા. 23 : મુંબઈ કોસ્ટલ રોડ પ્રકલ્પમાંના શિવડી-ન્હાવાશેવા સી લિંક ઉપર 700 મેટ્રિક ટન વજનની ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેક એમએમઆરડીએએ એક જ રાતમાં ઊભી કરી દીધી હતી. એક રાતમાં બીજા તબક્કાની 12મી ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેકનું કામ પૂર્ણ કરી એમએમઆરડીએએ મહત્ત્વનો તબક્કો પૂર્ણ કર્યો છે. 74 મીટર લાંબી સ્ટીલ ડેકને ઊભી કરાયા બાદ કામ 86 ટકા પૂર્ણ થઈ ગયું છે.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust