બેલાપુરથી અલીબાગ સવા કલાકમાં પહોંચી શકાશે

બેલાપુરથી અલીબાગ સવા કલાકમાં પહોંચી શકાશે
નવી મુંબઈ, તા. 23 : નવી મુંબઈવાસીઓ માટે મુંબઈ કોસ્ટલ બોર્ડે વૉટર ટૅકસીની નવી સુવિધા શરૂ કરી છે. નવી મુંબઈવાસીઓ બેલાપુરથી અલીબાગ માત્ર સવા કલાકમાં પહોંચી શકશે. બેલાપુર-માંડવા વચ્ચે વૉટર ટૅકસી સેવા શરૂ કરવામાં આવી છે. શનિવારે 26મી નવેમ્બરથી આ સેવાની શરૂઆત થશે. આ પ્રવાસ માટે રૂા. 300 અને રૂા. 400ની ટિકિટ રાખવામાં આવી છે. આ સેવા માત્ર શનિવાર અને રવિવારે જ રહેશે, એમ બોર્ડે સ્પષ્ટતા કરી છે. આ સેવાની અૉનલાઇન બુકિંગ બુધવારે સવારે ખૂલશે. બેલાપુર જેટ્ટીથી સવારે આઠ વાગ્યે પહેલી વૉટર ટૅકસી માંડવા બંદરે સવારે સવા નવ વાગ્યે પહોંચશે તેમ જ છેલ્લી વૉટર ટૅકસી માંડવા બંદરેથી સાંજે છ વાગ્યે ઉપડશે અને રાતે 7.45 વાગ્યે બેલાપુર બંદરે પહોંચશે. આ સેવા નયનતારા શિપિંગ પ્રાઇવેટ લિમિટેડના માધ્યમથી શરૂ થશે. આ વૉટર ટૅકસીની ક્ષમતા એકવારમાં 200 પ્રવાસીઓની હશે.

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust