વર્જિનિયાના વૉલમાર્ટ સ્ટોરમાં ગોળીબાર : 10નાં મૃત્યુ

વર્જિનિયાના વૉલમાર્ટ સ્ટોરમાં ગોળીબાર : 10નાં મૃત્યુ
સ્ટોરના મૅનેજરે સ્ટાફ ઉપર ગોળીબાર કર્યા બાદ જાતને ગોળી મારી
વર્જિનીયા, તા. 23 : અમેરિકામાં ફરી એક વખત માસ શુટિંગની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ મુજબ વર્જિનીયામાં આવેલા એક વોલમાર્ટ સ્ટોરમાં ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોએ જીવ ગુમાવ્યો છે અને અમુક અન્ય લોકોને ઈજા પહોંચતા તાકીદે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. 
પોલીસ અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઘટનાની ગંભીરતા અને સ્થિતિને ધ્યાને લેવામાં આવે તો મૃત્યુઆંકમાં હજી પણ વધારો થઈ શકે છે. લોકોએ ઘટના સ્થળથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. પોલીસના કહેવા પ્રમાણે ઘટનામાં શુટર પણ માર્યો ગયો છે. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગોળીમાર વોલમાર્ટ સ્ટોરના મેનેજર દ્વારા જ કરવામાં આવ્યો હતો. ગોળીબાર બાદ મેનેજરે પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. જો કે હજી સુધી આ રિપોર્ટની પુષ્ટિ થઈ શકી નથી.
આ અગાઉ ફિલાડેલ્ફિયાના કેસિંગ્ટન અને એલેગેની વિસ્તારમાં અમુક બદમાશો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેમા 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 
ગયા મહિને 13મી ઓક્ટોબરના રોજ અમેરિકી રાજ્ય ઉત્તરી કેરોલિનામાંથી પણ ગોળીબારનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક પોલીસ કર્મચારી સહિત કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો. 

Published on: Thu, 24 Nov 2022

© 2022 Saurashtra Trust