સપ્ટે. ત્રિમાસિકમાં બેકારીનો દર ઘટીને 7.2 ટકા થયો

નવી દિલ્હી, તા. 24 : 15 વર્ષથી 64 વર્ષના વયજૂથમાં બેકારીનું પ્રમાણ જુલાઈ-સપ્ટેમ્બરમાં ઘટીને 7.2 ટકા થયુ હતું. એક વર્ષ પહેંલાં તે 9.8 ટકા હતું, જેને માટે કોરોનાસંબંધી નિયંત્રણોની પાછોતરી અસરો જવાબદાર હતી. 
2022ના એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં કામ કરી શકે તેવા લોકોમાં બેકારીનું પ્રમાણ 7.6 ટકા હતું,  
બેકારીસંબંધી તાજા આંકડાઓ અનુસાર શ્રમિક વર્ગમાં સહભાગીપણાનું પ્રમાણ વધવા છતાં બેકારીનું પ્રમાણ ઘટ્યું છે તે દર્શાવે છે કે દેશનું અર્થતંત્ર કોરોનાની અસરોમાંથી સતત બહાર આવી  રહ્યું છે.  
શહેરી વિસ્તારોમાં બેકારીનું પ્રમાણ જુલાઈ-સપ્ટેમ્બરમાં 9.4 ટકા થયું હતું, એમ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસનો સર્વે જણાવે છે. એક વર્ષ અગાઉ 2021ના જુલાઈ-સપ્ટેમ્બરમાં તે 11.6 ટકા અને 2022ના એપ્રિલ-જૂન 2022માં 9.5 ટકા હતું.  
શહેરી વિસ્તારોમાં પુરુષોમાં બેકારીનું પ્રમાણ જુલાઈ-સપ્ટેમ્બરમાં 6.6 ટકા હતું, 
એક વર્ષ અગાઉ 2021ના જુલાઈ-સપ્ટેમ્બરમાં તે 9.3 ટકા અને 2022ના એપ્રિલ-જૂન 2022માં 7.1 ટકા હતું.   
શ્રમિક વર્ગમાં સહભાગીપણાનું પ્રમાણ શહેરી વિસ્તારોમાં 47.9 ટકા હતું, જે 20221ના જુલાઈ-સપ્ટેમ્બરમાં 46.9 ટકા અને 2022ના એપ્રિલ-જૂનમાં 47.5 ટકા હતું. વસ્તીનો જે હિસ્સો ચીજવસ્તુઓ અને સેવગાંઓના ઉત્પાદન માટે કામ કરવા તૈયાર હોય તેને શ્રમિક વર્ગ ગણવામાં આવે છે. તેમાં કામ કરનારા અને બેકાર એમ બંને પ્રકારના શ્રમિકોનો સમાવેશ થાય છે.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust