કમલ હાસનની તબિયતમાં સુધારો થતાં હૉસ્પિટલમાંથી રજા અપાઈ

કમલ હાસનની તબિયતમાં સુધારો થતાં હૉસ્પિટલમાંથી રજા અપાઈ
જાણીતા અભિનેતા કમલ હાસનની તબિયત (23મી નવેમ્બરે) લથડતાં ચેન્નઈની શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને તાવ આવતો હતો અને તેના માટે સારવાર આપવામાં આવી હતી. જોકે, હવે તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે કોરોના થયો હતો ત્યારે પણ કમલને આ જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 2021ના જાન્યુઆરી મહિનામાં કમલના પગના હાડકાંમાં ઈન્ફેકશન થતા સર્જરી કરાવવી પડી હતી. થોડા વર્ષો પહેલા થયેલી ઈજાને લીધે તેમને આ ચેપ લાગ્યો હતો.
કમલ ભારતીય સિનેમાના એકમાત્ર એવા કલાકાર છે જે 19 વાર ફિલ્મફેર એવૉર્ડ જીત્યા છે. બાદમાં તેમણે જાતે જ ફિલ્મફેર ઍસોસિયેશનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું જેથી યુવા કલાકારોને તક મળે.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust