`યમરાજ કાલિંગ 2'' પણ દર્શકો પ્રભાવિત

`યમરાજ કાલિંગ 2'' પણ દર્શકો પ્રભાવિત
ગયા વર્ષે શેમારૂમી પર રિલીઝ થયેલી ગુજરાતી વેબસિરીઝ `યમરાજ કાલિંગ'ને  જબરજસ્ત સફળતા મળી હતી. હવે આ વેબસિરીઝની સિક્વલ રિલીઝ થયા બાદ પણ માહોલ કંઈક આવો જ જોવા મળી રહ્યો છે. `યમરાજ કાલિંગ 2'ને પણ દર્શકો દિલથી વખાણી રહ્યા છે.  ડિજિટલ પ્લેટફોર્મ શેમારૂમી પર રિલીઝ થયેલી દેવેન ભોજાણી સ્ટારર આ વેબસિરીઝ સતત દર્શકોનો પ્રેમ મેળવી રહી છે. 
પહેલી સિઝનની જેમ સિક્વલમાં પણ ફેમિલી લાઈફ એન્જોય કરવાની, મુસીબતો સામે લડવાની વાત દર્શાવવામાં આવી છે, ત્યારે આ વખતે પણ દિગ્દર્શક ધર્મેશ મહેતા અને દેવેન ભોજાણી, નીલમ પંચાલ સહિતના કલાકારોએ કમાલ કરી છે. દુનિયાભરમાં બેઠેલા ગુજરાતી દર્શકો આ વેબસિરીઝના સોશિયલ મીડિયા પર ખુલ્લા મોઢે વખાણ કરી રહ્યા છે. ખાસ કરીને આજના સમયમાં જ્યારે ઓટીટી પ્લેટફોર્મ્સ પર જે પ્રકારના કન્ટેન્ટનો રાફડો ફાટ્યો છે, ત્યારે શેમારૂમીની આ સહપરિવાર જોઈ શકાય તેવી અને પરિવારની લાગણીને વધુ મજબૂત કરવાની વાત કરતી વેબસિરીઝ ગુજરાતી દર્શકો માટે એક ઉત્તમ કન્ટેન્ટ સાબિત થઈ રહી છે.  

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust