ફિલ્મ નિર્માતા અશોક પંડિતે અભિનેત્રી રિચા ચઢ્ઢા વિરુદ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : રિચા ચઢ્ઢાએ જે રીતે ગલવાન ખીણમાં આપણા સુરક્ષા દળોના બલિદાનની મજાક ઉડાવી છે તેનાથી દેશના ઘણા લોકોને દુ:ખ થયું છે. મેં જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, એમ ફિલ્મ નિર્માતા અશોક પંડિતે જણાવ્યું હતું.
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે અભિનેત્રી રિચાએ ભારતીય સેનાનું અપમાન કર્યું છે અને 
તેની મજાક ઉડાવી છે, ખાસ કરીને તે સૈનિકો જેઓ ગલવાન ઘાટીમાં દેશની રક્ષા કરતા શહીદ થયા છે. આ ગુનાહિત કૃત્ય છે અને કોઈપણ ભોગે આ મામલે એફઆઈઆર દાખલ  થવી જોઈએ. 
ઉલ્લેખનીય છે કે રિચા ચઢ્ઢા પોતાના નિવેદન માટે પહેલા જ માફી માગી ચૂકી છે. 
`તે દેશદ્રોહનું કૃત્ય છે. 
ભારત અને સુરક્ષા દળો વિરુદ્ધ ષડયંત્ર રચવા બદલ રિચા ચઢ્ઢા વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ. 
રિચા સાથે અન્ય કઈ રાષ્ટ્ર વિરોધી શક્તિઓ છે તેની પણ તપાસ થવી જોઈએ', એમ તેમણે વધુમાં કહ્યું હતું.

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust