ચાર કરોડ બાળકો પર ઓરીની ઘાત : હૂ

નવી દિલ્હી તા.24 : કોરોનાથી માંડ બેઠી થયેલી દુનિયા સામે નવી ઉપાધિ આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) એ દુનિયાના 4 કરોડ બાળકો પર ઓરી (મીસલ્સ) નો ખતરો હોવાનું એલર્ટ જાહેર કર્યુ છે. 
ઉલ્લેખનીય છે કે ભારતમાં મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યમાં એકાએક ઓરીના કેસ સામે આવવા લાગ્યા છે જેને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સંવેદનશીલ વિસ્તારોમાં રહેતાં 9 મહિનાથી પ વર્ષ સુધીના બાળકોને ઓરી અને રુબેલાની રસીનો વધુ એક ડોઝ આપવા અંગે વિચાર કરવા નિર્દેશ આપ્યો છે. 
ડબલ્યુએચઓ અનુસાર, કોરોના વેક્સિનેશનનો ટાર્ગેટ પુર્ણ કરવામાં દુનિયા એટલી હદે વ્યસ્ત થઈ ગઈ કે બાળકોનું ઓરી સામેનું રસીકરણ છૂટી ગયુ છે. જેથી ઓરીએ ફરી એકવાર માથુ ઉંચકયુ છે. 

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust