સમાન નાગરિક સંહિતા માટે ભાજપ પ્રતિબદ્ધ : અમિત શાહ

સમાન નાગરિક સંહિતા માટે ભાજપ પ્રતિબદ્ધ : અમિત શાહ
નવી દિલ્હી, તા. 24 : કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે, ભાજપ તમામ લોકતાંત્રિક ચર્ચા અને દલીલો પૂરી થયા બાદ દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે પૂછવામાં આવતા શાહે કહ્યું હતું કે, જન સંઘના દિવસથી જ ભાજપ દ્વારા  દેશના લોકોને આપવામાં આવેલું આ એક વચન છે.
એક સંમેલનમાં અમિત શાહે કહ્યું હતું કે, માત્ર ભાજપે જ નહીં પણ સંવિધાન સભાએ પણ સંસદ અને રાજ્યોને ઉચિત સમય આવતા યુસીસી લાગુ કરવાની સલાહ આપી હતી. કારણ કે કોઈપણ ધર્મનિરપેક્ષ દેશમાં કાયદાના ધર્મના આધારે હોવા જોઈએ નહીં. જો રાષ્ટ્ર અને રાજ્ય ધર્મનિરપેક્ષ છે તો કાયદો ધર્મના આધારે કેમ હોઇ શકે ? દરેક ધર્મના વ્યક્તિ માટે સંસદ અને રાજ્યની વિધાનસભાઓ દ્વારા પસાર એક જ કાયદો હોવો જોઈએ. શાહે દાવો કર્યો હતો કે સમય વિતવાની સાથે જ સંવિધાન સભાની પ્રતિબદ્ધતાને ભૂલાવી દેવામાં આવી હતી. ભાજપને છોડીને
કોઈપણ દળ સમાન નાગરિક સંહિતાના સમર્થનમાં નથી. 

Published on: Fri, 25 Nov 2022

© 2022 Saurashtra Trust