• રવિવાર, 14 એપ્રિલ, 2024

અક્ષય કુમારની `શંકરા'માં આર. માધવનની એન્ટ્રી  

બૉલીવૂડ અભિનેતા અક્ષય કુમારની ટાઈગર શ્રોફ સાથેની ફિલ્મ `બડે મિયાં છોટે મિયાં' દસમી એપ્રિલે રિલીઝ થશે. સાથે અક્ષયને વધુ એક ફિલ્મ મળી ગઈ છે. ફિલ્મમેકર કરન જોહરના બેનર હેઠળ બની રહેલી બાયોપિક ફિલ્મ `શંકરા'માં અક્ષય કુમારને લાઈન કરવામાં આવ્યો છે. ફિલ્મ પ્રખ્યાત વકીલ સી. શંકરન નાયરના જીવન પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય ઉપરાંત આર. માધવન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં બ્રિટિશરાજ દરમિયાન જલિયાવાલા બાગ હત્યાકાંડ દરમિયાન પંજાબના ગવર્નર સામેના કોર્ટરૂમ ડ્રામાને દર્શાવવામાં આવશે. ફિલ્મ નાયરના પ્રપૌત્ર ચેત્તુર અને પુષ્પા પાલતે લખેલા પુસ્તક ` કેસ ધેટ શૂક એમ્પાયર' પર આધારિત છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ