• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

`મીત'ના છસ્સો એપિસોડ પૂરા  

ઝી ટીવીની સિરિયલ મીતમાં સમાજમાં ત્રી-પુરુષ વચ્ચે કરવામાં આવતા ભેદભાવની વિરુદ્ધ લડત ચલાવતી નાયિકાની વાર્તા છે. હાલમાં આ સિરિયલના છસ્સો એપિસોડ પૂરા થયા છે. મીતના કલાકારો છેલ્લા અઢી વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે અને હવે તેમણે સીમાચિહ્ન હાસલ કર્યું છે. આથી સેટ પર કલાકારો તથા કસબીઓએ સાથે મળીને ઉજવણી કરી હતી. 

મીતમાં નાયિકા મીતની ભૂમિકા ભજવતી આશી સિંહે જણાવ્યું હતું કે, હું સહકલાકારો તથા કસબીઓની ટીમની આભારી છું. આ શોને બનાવવા અને આગળ વધારવામાં બધાની મહેનત છે. આ સાથે જ ચાહકોના પ્રેમ વગર આ સિદ્ધિ મેળવવી શકય નથી. 

મીત અહલાવતનું પાત્ર ભજવતાં શગુન પાંડેએ જણાવ્યું હતું કે આ સિરિયલ અમારા સૌનો જુસ્સો દર્શાવે છે. છસ્સો એપિસોડ પૂરા થવાનો શ્રેય દર્શકોને જાય છે. અમે સતત દર્શકોનું મનોરંજન કરતાં રહીશું અને તેમનો પ્રેમ અમને મળતો રહેશે એવી મને શ્રદ્ધા છે.