• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

`મિર્ઝાપુર-3'માં મુન્નાભૈયાની વિધવા લેશે વેર  

પ્રાઈમ વીડિયોની વેબ સિરિઝ મિર્ઝાપુરની ત્રીજી સિઝનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હાલમાં જ ત્રીજા ભાગનું શૂટિંગ પૂરું થયું છે. બીજી સિઝનમાં મુન્નાભૈયાની પત્ની માધુરી યાદવની ભૂમિકા અભિનેત્રી ઈશા તલવારે ભજવી હતી. હવે ત્રીજી સિઝનમાં ઈશાના પાત્રને સારું એવું ફૂટેજ આપવામાં આવ્યું છે. ઈશાએ જણાવ્યું હતું કે, માધુરીએ કાલીનભૈયા પાસેથી સત્તા છીનવી લીધી હતી અને હવે તે ત્રીજી સિઝનમાં મહત્ત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે. જોકે, મુન્નાભૈયાનું મોત થયું છે કે કેમ તે વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. માધુરી યાદવ પતિના મોતનો બદલો લેવા ગુડ્ડુ પંડિત (અલી ફજલ) અને ગોલુ ગુપ્તા (શ્વેતા ત્રિપાઠી)ની સામે ટક્કર લેશે. ડિઝની હૉટસ્ટારની સિરિઝ સાસ બહુ ઓર ફ્લેમિંગોમાં ડિમ્પલ કાપડિયા મુખ્ય ભૂમિકામાં છે અને તેની દીકરીના પાત્રમાં ઈશા છે. સિરિઝના સાથી કલાકારોમાં અંગિરા ધર, નસીરુદ્દીન શાહ, આશીષ શર્મા, વરુણ મિત્રા, દીપક ડોબરિયાલ, મોનિકા ડોગરાનો સમાવેશ થાય છે.