• સોમવાર, 04 માર્ચ, 2024

પ્રભાસની `સાલાર' ઓટીટી પર  

વર્ષ 2023માં બૉક્સઅૉફિસ પર સાઉથના સ્ટાર પ્રભાસની બહુ ગાજેલી ફિલ્મ `સાલાર પાર્ટ વન: સીઝફાયર'ને હવે ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. સાલારનું દિગ્દર્શન કેજીએફ ફિલ્મનું દિગ્દર્શન કરી ચૂકેલા પ્રશાંત નીલે કર્યું છે અને ફિલ્મમાં પ્રભાસની સાથે પૃથ્વીરાજ સુકુમારને ક્રીન શૅર કરી છે. પ્રભાસના દમદાર ઍક્શન સીન, પૃથ્વીરાજનું પરફોર્મન્સ, કથા અને સંગીત દર્શકોને બહુ પસંદ આવી રહ્યા છે. થિયેટરમાં ફિલ્મને મળેલી સફળતા બાદ મેકર્સે નેટફ્લિક્સ પર ફિલ્મને સ્ટ્રીમ કરી હતી. ફિલ્મનું હિંદી ભાષા સિવાય તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં સ્ટ્રીમ કરવામાં આવી હતી ત્યારે પણ દર્શકોનો અદ્ભુત પ્રતિસાદ મળતાં સૌથી વધુ જોવાયેલી ફિલ્મોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, પરંતુ હિંદી ભાષામાં પણ ફિલ્મને ઓટીટી પ્લૅટફૉર્મ પર મૂકવામાં આવે એવી ડિમાન્ડ વધી રહી હોવાથી મેર્સે ફિલ્મના હિંદી વર્ઝનને રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. મળતી માહિતી મુજબ સાલારનું હિંદી વર્ઝન ડિઝની પ્લસ હૉટસ્ટાર પર 16મી ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે, એવી માહિતી મેકર્સે સોશિયલ મીડિયા પર આપી હતી. તાજેતરમાં નેટફ્લિક્સ પર સાલારના ઈંગ્લિશ વર્ઝનને પણ સ્ટ્રીમ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. સાલારના પહેલા ભાગને મળેલી સફળતા બાદ હવે તેની સીક્વલ સાલાર પાર્ટ ટુનું કામ પુરજોશમાં ચાલુ છે.