મુંબઈ, તા. 17 : પેણ, ખોપોલી અને કર્જત જેવા નાના નગરપાલિકા વિસ્તારોમાં 2009 અને 2019 એમ છેલ્લાં દસ વર્ષમાં બિલ્ટઅપ વિસ્તારોનો સૌથી વધુ વિકાસ થયો છે એટલે કે આ વિસ્તારોમાં 1999થી 2009ની સરખામણીમાં વધુ બાંધકામો થયાં છે. જોકે, આ જ સમયગાળામાં થાણે અને નવી મુંબઈ જેવા વિસ્તારોમાં બાંધકામોનું વિસ્તરણ મંદ પડયું હતું, એમ આઈઆઈટી બૉમ્બે ખાતેના સંશોધકોના નવા અભ્યાસ પરથી આ જાણવા મળ્યું હતું. જોકે, નગરપાલિકાઓમાં વસઈ અને વિરારનો અપવાદ છે જ્યાં 2009થી 2019 વચ્ચે બિલ્ટઅપ વિસ્તારોમાં 100 ટકાનો વધારો થયો હતો, જે અગાઉના દાયકામાં 81 ટકા જેટલો હતો. બાંધકામોનો આ વિકાસ જમીનની ઉપલબ્ધતા તેમ જ વધેલાં રેલવે જોડાણોને આભારી છે, એમ આ સંશોધકોએ જણાવ્યું હતું.
વિશાળ કૉર્પોરેશનો તરફથી નાની પરિષદો સુધીનો આ ઝોક આશ્ચર્યજનક નથી. મુંબઈ અને થાણે જેવાં શહેરો જમીનની ઉપલબ્ધતાની બાબતમાં હવે સ્થગિત થઈ ગયા છે અને ત્યાં હવે ઊભો વિકાસ થઈ રહ્યો છે એટલે કે વધુ ને વધુ ગગનચુંબી ઇમારતો બની રહી છે, જ્યારે અંબરનાથ અને કર્જત જેવા વિસ્તારોમાં હજી પણ જમીનની ઉપલબ્ધતા હોવાથી ત્યાં બાંધકામો ફેલાઈ રહ્યા છે.આ અભ્યાસમાં આ શહેરોની નગરપાલિકાઓ વિકાસનું પ્રબંધન કરે શેર કરો -