• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

રાજ્યમાં મહિલાઓ ઉપર અત્યાચારમાં વધારો : મુંબઈ પહેલા તો પુણે બીજા ક્રમાંકે  

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્ર રાજ્યમાં મહિલાઓ ઉપર અત્યાચારમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, જેમં બળાત્કાર, વિનયભંગ, અપહરણ, કૌટુંબિક હિંસાચારની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં યુવતીઓ અને તરુણીઓનાં વિનયભંગ અને છેડતીના સર્વાધિક ગુના મુંબઈમાં નોંધાયા છે ત્યારબાદ પુણે અને નાગપુરનો ક્રમાંક છે. રાજ્યમાં મહિલાની સુરક્ષા બાબતે સવાલ ઊભો થયો છે. માહિતી મહારાષ્ટ્ર પોલીસની સત્તાવાર વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવી છે.

મુંબઈમાં વિનયભંગ, છેડતીના 1254 કેસ, 549 મહિલાઓ ઉપર બળાત્કારના કેસ નોંધાયા છે. કૌટુંબિક હિંસાચાર અને દહેજ માટેના ગુનાનું પ્રમાણ બમણું થયું છે. 

પુણેમાં છેડતીના 364 કેસ, 124 મહિલાઓ ઉપર બળાત્કાર તેમ નાગપુરમાં ગત આઠ મહિનાઓમાં 304 તરુણી-યુવતીઓની છેડતીનાં કેસ, 165 મહિલાઓ ઉપર બળાત્કારના કેસ નોંધાયા છે.  વિનયભંગ, છેડતી, રેગિંગનો ભોગ સૌથી વધુ શાળાએ જતી વિદ્યાર્થિનીઓ બની રહી છે. તેમ પરિવારના સભ્યો દ્વારા વિનયભંગના કેસ પણ મુંબઈમાં વધી રહ્યા હોવાનું વેબસાઈટ ઉપર જણાવાયું છે.