• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

રાજ્યની દરેક આઈટીઆઈમાં નાઈટ લાઈબ્રેરીની સુવિધા

મુંબઈ, તા. 18 : ડિરેક્ટોરેટ અૉફ વૉકેશનલ એજ્યુકેશન ઍન્ડ ટ્રેનિંગ વિભાગ હેઠળ આવતી રાજ્યની તમામ આઈટીઆઈમાં અભ્યાસિકા શરૂ થઈ રહી છે અને તેનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે અૉનલાઈન કરવામાં આવ્યું. પ્રસંગે કૌશલ્ય, રોજગાર અને નાવિન્ય વિભાગના પ્રધાન મંગલ પ્રભાત લોઢા, વિધાનસભ્ય પ્રકાશ સુર્વે તથા વિવિધ અધિકારીઓ સાથે 418 ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટયૂટના પ્રાચાર્ય અને વિદ્યાર્થીઓ અૉનલાઈન ઉપસ્થિત રહ્યા હતા. આઈઆઈટી સંસ્થાઓમાં ટ્રેનિંગ લઈ રહેલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પૂરક વાતાવરણ ઉપલબ્ધ કરવા માટે તમામ આઈઆઈટીમાં રાત્રે 8.30 વાગ્યા સુધી અભ્યાસિકા શરૂ કરવામાં આવી છે. એમાં પીવાનું પાણી, વીજળી, સ્વચ્છતાગૃહ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. દસમા-બારમા ધોરણના વિદ્યાર્થીઓ, યુપીએસસી-એમપીએસસી સ્પર્ધા પરીક્ષા તથા અન્ય અભ્યાસક્રમોની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પણ એનો લાભ લઈ શકશે. છોકરીઓ માટે સ્વતંત્ર વર્ગ ઉપલબ્ધ કરી આપવામાં આવશે.