• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

સેબી બ્રોકરો માટેના અૉથોરાઇઝ્ડ પર્સનના નિયમનો વધુ કડક બનાવશે  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : સેબી શૅરબ્રોકરોના પાર્ટનર્સ અૉથોરાઇઝ્ડ પર્સન્સ (એપી) માટેના નિયમનોને વધુ કડક બનાવશે. એપીના ઝડપથી થયેલા ફેલાવા બાબતે સેબીએ ચિંતા વ્યક્ત કરી છે અને એમની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે બ્રોકરોને તાકીદ કરી છે.

એપીની વિરુદ્ધમાં સેબીને રોકાણકારો તરફથી અનેક ફરિયાદો મળી રહી છે. અૉથોરાઇઝ્ડ પર્સન્સ રોકાણકારોને ખાતરીપૂર્વકના વળતર અૉફર કરે છે. રોકડમાં પેમેન્ટ લે છે. બિનસત્તાવાર ટ્રેડિંગ કરે છે. બ્રોકરોને પેમેન્ટ નથી કરતા તેમ રોકાણકારોનાં નાણાં લઈને અદૃશ્ય થઈ જાય છે.

ઇક્વિટી માર્કેટના કામકાજમાં જે નોંધપાત્ર વધારો થયો છે એને પગલે એપીની સંખ્યામાં વધારો થયો છે. શૅરબજારમાં એપી ફ્રેન્ચાઇઝી તરીકે પણ ઓળખાય છે.સેબીના વર્તમાન નિયમો મુજબ બ્રોકરોએ એપીના નિયંત્રણ હેઠળની બ્રાંચોનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરવું પડે છે. ઉપરાંત વાર્ષિક ઓડિટ પણ કરવું પડે છે.

ખાસ કરીને નાનાં શહેરોના ગ્રાહકો, ઇન્વેસ્ટરોની એપી વિરુદ્ધની ફરિયાદો વધી રહી છે. એપી જે પણ નિયમોનું પાલન કરે એના માટે બ્રોકરને જવાબદાર ગણવામાં આવે છે. એપીને એના પોતાના નામમાં કોઈ નાણાં કે સિક્યોરિટી સ્વીકારવાનો અધિકાર નથી. એવા બનાવો બન્યા છે કે એપી