• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

લાલબાગચા રાજા મંડળ વિરુદ્ધ પોલીસ ફરિયાદ 

મુંબઈ, તા. 18 : મુંબઈના સુપ્રસિદ્ધ લાલબાગચા રાજા મંડળ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. મરાઠાક્રાંતિ મોરચા વતી મંડળ વિરુદ્ધ કાલાચૌકી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. લાલબાગચા રાજા મંડળે છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાનું અપમાન કર્યું હોવાનો આરોપ મરાઠાક્રાંતિ મહામોરચાએ મૂકયો છે. 

`લાલબાગચા રાજા' મુંબઈના સૌથી લોકપ્રિય સાર્વજનિક ગણપતિ તરીકેની ખ્યાતિ ધરાવે છે. દર વર્ષની જેમ વખતે પણ ગણેશોત્સવ પહેલાં થોડીવાર માટે લાલબાગચા રાજાની મૂર્તિના દર્શન બધાંને કરાવવામાં આવ્યા હતા. એની તસવીરો થોડી વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. પછી એક બાબતે વિવાદ નિર્માણ થયો છે. લાલબાગના રાજાના ચરણ પાસે છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રા સાકારવામાં આવી છે. એનાથી ઘણાંને દુ: થયું છે. સકલ મરાઠા સમાજે મુંબઈ પોલીસને પત્ર લખીને લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ સામે ગુનો નોંધવાની માગણી કરી છે. પત્રમાં લખ્યું છે કે લાલબાગચા રાજાના ચરણ પર છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રા દર્શાવવા પાછળનો હેતુ સમજાયો નથી. મંડળે છત્રપતિ શિવાજીના અનુયાયીઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ગણપતિ બાપ્પા ભગવાન હોય તો પણ શિવાજી મહારાજને લીધે તેઓ મંદિરમાં છે. આથી રાજમુદ્રા <