• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

વરસાદી વિઘ્ન વચ્ચે બાપ્પાના આગમન માટે મહામુંબઈ સજ્જ  

ગણેશોત્સવનો મહારાષ્ટ્રભરમાં ઉત્સાહ

પોલીસ 24 કલાક `અૉન ડયૂટી' 

મુંબઈ, તા. 18 : ગણપતિ બાપ્પાના સ્વાગત માટે મહારાષ્ટ્રભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વરસાદી વિઘ્ન વચ્ચે બાપ્પાના આગમન માટે મહામુંબઈ સજ્જ છે. મુંબઈ પોલીસ ઘરમાંના બાપ્પાની તૈયારી ઉપરાંત રસ્તાઓ ઉપર ઓન ડયૂટી 24 કલાક કાર્યરત થઈ ગયા છે. `માઝા પપ્પાને ગણપતિ આણલાય, પણ માઝા પપ્પાચ સોબત નાહી' (મારા પિતા ગણપતિ લાવ્યા છે, પણ મારા પપ્પા મારી સાથે નથી) એવા ભાવનિક ગીતો પોલીસ વસાહતોમાં સંભળાઈ રહ્યા છે. 

વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું ચલણ વધી ગયું છે. એલફિન્સ્ટનચા રાજાની 22 ફૂટની મૂર્તિ સંપૂર્ણ કાગળની બનાવવામાં આવી છે. કરી રોડ ખાતેના વર્કશોપમાં તમામ મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવી હતી. અહીં 250 નાની મૂર્તિઓ બુક થઈ ગઈ છે. 10 ભવ્ય મૂર્તિઓનું પણ વેચાણ થયું છે. મોટા ભાગના પંડાલોમાં વર્ષે ચંદ્રયાન થ્રી અને અયોધ્યા રામ મંદિર તેમ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષની ઉજવણી આધારિત થીમ જોવા મળી રહી છે. 10 દિવસના ઉત્સવનું સમાપન 28મી સપ્ટેમ્બરે થશે. મુંબઈના સૌથી અમીર ગણાતાં જીએસબી ગણેશ મંડળ 69 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. વર્ષે મંડળે 360.40 કરોડનો વીમો કઢાવ્યો