• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

લોકમાન્ય ટિળક ટર્મિનસમાં બની રહ્યાં છે નવાં પ્લૅટફૉર્મ  

મુંબઈ, તા. 18 : મધ્ય રેલવેએ લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી)માં નવાં પ્લૅટફૉર્મ બાંધવાનો નિર્ણય લીધો છે. એલટીટીમાં બે નવાં પ્લૅટફૉર્મ સહિત ચાર સ્ટેબલિંગ લાઈન તૈયાર કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટનું 35 ટકા કામ પૂર્ણ થયું છે. નવાં બે પ્લૅટફૉર્મ તૈયાર થયાં બાદ એલટીટીના કુલ પ્લૅટફૉર્મની સંખ્યા સાત થશે. દરેક પ્લૅટફૉર્મ 10 મીટર પહોળા અને અને 960 મીટર લંબાઈના છે. પ્રોજેક્ટ વર્ષ 2024માં પૂર્ણ થશે અને માટે રૂા. 64.10 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. વર્તમાનમાં એલટીટી પરથી દરરોજ પચીસ મેલ-એક્સ્પ્રેસ ટ્રેનોની અવરજવર થાય છે. સ્ટેશનના કુલ આઠ પ્રવેશ દ્વાર છે. 

નવા પ્રોજેક્ટ હેઠળ પાઈલ ફાઉન્ડેશન સહિત 100 મીટર લંબાઈની પિટલાઈનનું બાંધકામ પૂર્ણ થયું છે. પિટલાઈનનો ઉપયોગ ટ્રેનોની દેખરેખ-સમારકામ માટે કરવામાં આવે છે.

ઉપરાંત છાપરાં પર અઢી લાખ લિટરની ક્ષમતાની પાણીની બે ટાંકીનું બાંધકામ કરવામાં આવશે. સાડા ચાર લાખ લિટરની ક્ષમતાવાળી ભૂમિગત પાણીની ટાંકીનું બાંધકામ પૂર્ણ થયું છે. તથા કૅન્ટીન બિલ્ડિંગ અને 1200 ચોરસ મીટરના ગૅરેજનું કામ પણ પૂર્ણ થયું છે. એલટીટી પર બે નવાં પ્લૅટફૉર્મ બનવાથી 24 ડબાની ટ્રેનોની સંખ્યા વધારવામાં મદદ મળશે. સ્ટેબલિંગ લાઈનને લીધે યાર્ડમાં પણ