• બુધવાર, 24 એપ્રિલ, 2024

ટ્રિપલ ટ્રેન અકસ્માત પીડિતોની મદદે રિલાયન્સ ફાઉન્ડેશન  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 5 : ઓડિશામાં બાલાસોર ખાતે થયેલી ટ્રિપલ ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મદદ કરવાની જાહેરાત રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને અધ્યક્ષા નીતા અંબાણીએ કરી છે.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં દુર્ઘટનાના અસરગ્રસ્તોને દસ રીતે મદદ કરવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. અસરગ્રસ્ત પરિવારોને રિલાયન્સ સ્ટોર મારફતે છ માસ સુધી વિનામૂલ્યે ચોખા, દાળ, લોટ, ખાદ્યતેલ જેવી જરૂરી ચીજવસ્તુઓ અપાશે. ઘાયલોને હૉસ્પિટલના સારવાર માટે આર્થિક સહાય અને નિ:શુલ્ક દવા અપાશે. ઘાયલોની હેરફેર માટે એમ્બ્યુલન્સોને જિઓ-બીપી નેટવર્કના પેટ્રોલ પંપ ઉપર વિના મૂલ્યે ઇંધણ અપાશે. દુર્ઘટનાનો ભોગ બનેલાઓના પરિવારની એક વ્યક્તિને રિલાયન્સ રિટેલ અને જિઓમાં નોકરી અપાશે. અકસ્માતગ્રસ્તોને રોજગારી મેળવવા કૌશલ્ય પ્રશિક્ષણ, માનસિક આધાર માટે કાઉન્સેલિંગની સર્વિસ, અપંગત્વ પામેલાઓને કૃત્રિમ અવયવ અને વ્હીલચેર, કમાનાર વ્યક્તિ ગુમાવ્યો હોય તે પરિવારની મહિલાને માઇક્રો ફાઈનાન્સ અને રોજગારી માટે તાલીમ, અસરગ્રસ્ત પરિવારને દુધાળાઢોર કે મરઘાંબતકાં ઉછેર માટે મદદ તેમ જ રોજગારી રળવા માટે વિનામૂલ્યે મોબાઇલનું જોડાણ આપવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક