• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

એન્ટિલિયા કેસ : પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને વચગાળાના જામીન  

મુંબઈ, તા. 5 : એન્ટીલિયા મામલે ધરપકડ કરવામાં આવેલા પૂર્વ પોલીસ અધિકારી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પ્રદીપ શર્માને ત્રણ અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા છે. આ વચગાળાના જામીન બીમાર પત્નીને મળવા માટે આપવામાં આવ્યા છે. એનઆઇએ કોર્ટ અને બોમ્બે હાઇ કોર્ટ દ્વારા અગાઉ જામીન અરજી ફગાવવામાં આવી હતી. 23 જાન્યુઆરી, 2023ના બોમ્બે હાઇ કોર્ટે એન્ટીલિયાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા અને કારોબારી મનસુખ હિરેનની હત્યા મામલે ધરપકડ કરવામાં આવેલા પોલીસ અધિકારી પ્રદીપ શર્માની જામીન અરજી ખારિજ કરી હતી. તેવામાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.