મુંબઈ, તા. 20 : પીપલ્સ યુનિયન અૉફ સિવિલ લિબર્ટીઝ(પીયુસીએલ)એ ફિલિસ્ટાઇન બાળકો માટે શાંતિપૂર્ણ પ્રાર્થના માટે ભેગા થયેલા શખસોને તાબામાં લીધા બાદ મુંબઈ પોલીસની ટીકા કરી છે. 17 જણની પૂછપરછ કરાયા બાદ તેમને બળપૂર્વક તાબામાં લેવાયા હતા અને ત્યારબાદ તમામને છોડી દેવાયા હતા. પીયુસીએલે જણાવ્યું હતું કે જુહુ પોલીસ દ્વારા 13 શખસો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને એમપીએની સંબંધિત કલમ હેઠળ એફઆઇઆર નોંધાઇ હતી જેમાં 11 વિદ્યાર્થીઓનો સમાવેશ હતો.
પોલીસ અનુસાર આ ઘટના 14મી નવેમ્બરની છે. જુહુ પોલીસે 14મી નવેમ્બરે સવારે 10.30 વાગ્યે પ્રાર્થના માટે ભેગા થયેલા 17 જણને તાબામાં લીધા હતા. પોસ્ટરો અને તખ્તીઓ જપ્ત કરાઇ હતી. જેમાં 11 વિદ્યાર્થીઓ હતા.