મહારાષ્ટ્રના નાણાપ્રધાન અજિત પવારે 2025-26 માટેનું પંચાવન હજાર 891 કરોડ રૂપિયાની અંદાજિત મહેસૂલી ખાધ સાથેનું બજેટ રાજ્યની વિધાનસભામાં રજૂ કર્યું છે. પાંચ લાખ 60 હજાર 964 કરોડનો મહેસૂલ ખર્ચ બતાવવામાં આવ્યો છે, જ્યારે છ લાખ છ હજાર 855 કરોડનું નુકસાન દાખવવામાં આવ્યું છે. બજેટનું કદ સાત કરોડ રૂપિયા બતાવવામાં આવ્યું છે. જનતાને લલચાવતી યોજનાઓનું વધતું દબાણ અને તિજોરી પર વધતી જતી તાણ એમ બન્નેનો સામનો કરવાની કવાયત નાણાપ્રધાન અજિત પવારે રાજ્યના બજેટમાં સાધી છે. જોકે, ચૂંટણી પૂર્વે કરેલાં આશ્વાસનોની જાળમાંથી સન્માનપૂર્વક છટકવાનો પડકાર તેમની સામે ઊભો હોવાનું સ્પષ્ટ દેખાય છે.
વાઢવણ સહિત બંદરોનો વિકાસ, પુણે-મુંબઈ મિસિંગ લિન્ક,
પુણે-િશરુર ઉન્નત માર્ગ, નવી મુંબઈની ‘ઈનોવેશન સિટી’ તેમ જ મુંબઈ-પુણે-મુંબઈ અને નાગપુરના
મેટ્રોની વિસ્તાર યોજનાનો સમાવેશ છે. સાથે ઔદ્યોગિક નીતિ, ગૃહનિર્માણ નીતિ અને પર્યટન
નીતિ જેવા મુદ્દાઓને પણ તેમણે સ્પર્શ કર્યો છે. આ પૈકી અનેક યોજનાઓને કેન્દ્ર સરકાર
દ્વારા નિધિનું પીઠબળ મળતું હોવાથી તે પૂર્ણ કરવા માટે કેટલાંક વર્ષોનો સમય અપેક્ષિત
છે. ખેતી-િસંચનનાં કામ અને સૌરઊર્જા, વીજપુરવઠો, સૌકોઈ માટે ઘર, જલયુક્ત શિવાર યોજનાઓની
અમલબજાવણી પર જ તેની સફળતા રહેશે. આ માળખામાં ઉદ્યોગો પાસેથી નીકળતી લેણીની રકમ વસૂલવા
માટે લાવવામાં આવેલી અભય યોજના અજિત પવારનું શાણપણ દાખવે છે.
બજેટમાં મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં સાત સ્થળોએ આંતરરાષ્ટ્રીય
સ્તરનું વ્યાપાર કેન્દ્ર ખોલવામાં આવશે. બધા માટે રાજ્યની નવી આવાસ યોજના ટૂંક સમયમાં
ઘોષિત કરવામાં આવશે. પીએમ આવાસ યોજના શહેર 2.0ના અંતર્ગત પાંચ લાખ ઘર બનાવવાનું લક્ષ્ય
છે. આ માટે રૂા. 8100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 1500 કિલોમીટર રસ્તા નિર્માણનું
લક્ષ્ય છે. રાજ્યને ઈનોવેશનમાં અગ્રણી બનાવવા માટે નવી મુંબઈમાં 250 એકર ક્ષેત્રમાં
ઈનોવેશન સિટી સ્થાપિત કરવામાં આવશે. મહારાષ્ટ્રની નવી ઉદ્યોગનીતિ બનાવવાની જાહેરાત
કરાઈ છે. કન્યાઓને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ પરીક્ષા ફીનો 100 ટકા ભાગ સરકાર વહન
કરશે.
આ ઉપરાંત, મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ ઍરપોર્ટથી
નવી મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ વચ્ચે ટૂંક સમયમાં મેટ્રોનું કામ શરૂ કરવામાં આવશે. આવતા
મહિનાથી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાની મથકથી ઘરેલુ ઉડ્ડયનો શરૂ થશે. આ વિમાની મથકનું
85 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. થાણેમાં 100 બેડની અતિ વિશેષ હૉસ્પિટલ બનાવવાનો પ્રસ્તાવ
છે. મુંબઈ પોલીસ કમિશનર કાર્યાલયોમાં એઆઈ આધારિત નવું હાઈટેક કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર
બનાવવામાં આવશે. સાયબર સુરક્ષા માટે મહારાષ્ટ્ર સાયબર ગુના સુરક્ષા મહામંડળ રચવામાં
આવશે. બાળાસાહેબ ઠાકરે સ્મારકના બીજા તબક્કા માટે રૂા. 220 કરોડ રકમની જોગવાઈ કરવામાં આવી છે. થાણે જિલ્લાના મુરબાડ તાલુકામાં
માલશેજ ઘાટ ખાતે કાચનો સ્કાયવૉક બનાવવામાં આવશે.
ચૂંટણી પહેલાં મહાયુતિએ શરૂ કરેલી વ્યક્તિગત લાભની
યોજના માટે જોગવાઈ આ વેળાના બજેટમાં ઉત્સુક્તાનો વિષય હતો. લાડકી બહીણને દર મહિને રકમ
આપવા માટે નાણાપ્રધાન શું કસરત કરે છે એના પર સૌની નજર હતી. ગયા જુલાઈથી માર્ચ સુધી
લાડકી બહીણ યોજના પર 33 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ યોજના હવે રાજકીય દૃષ્ટિએ
આવશ્યક બની ગઈ છે. જોકે, લાડકી બહીણને દર મહિને દોઢ હજાર રૂપિયાના બદલે 2100 આપવાની
ચૂંટણી પૂર્વેની જાહેરાતને બજેટમાં સાકાર કરાઈ નથી. તેને લઈ વિરોધીઓને ટીકા માટે મુદ્દો
મળ્યો હોવા છતાં, સરકારને વાસ્તવિક્તાનો સ્વીકાર કરવો જ પડશે એમ જણાય છે. મહાયુતિ સરકાર
સામે મોટો પડકાર હવે આ જ છે. જીએસટી લાગુ થયા પછી રાજ્યના આવકના સ્રોત મર્યાદિત થયા
છે. તેને લઈ વાહનો પરના ટૅક્સની ટકાવારીમાં વધારો અને સ્ટેમ્પ ડÎૂટીમાં સામાન્ય વધારો
બાદ કરતાં આવકના બીજા માર્ગ બજેટમાં નથી.
મહારાષ્ટ્ર માટે નવી ઔદ્યોગિક નીતિ આ બજેટનું વૈશિષ્ટ
છે. આવતાં પાંચ વર્ષમાં આ નીતિનો ઉદ્દેશ્ય રૂા. 40 લાખ કરોડનું રોકાણ આકર્ષિત કરવું,
તેમ જ 50 લાખ રોજગાર નિર્માણ કરવાનું છે. આ ઔદ્યોગિક નીતિ સાથે જ બધાં ક્ષેત્રના લાંબા
ગાળાના વિકાસ માટે નવી નીતિઓ તૈયાર કરવામાં આવી રહી છે. રાજ્યમાં સર્વત્ર સુવિધાઓનો
વિકાસ કરવાની સાથે જ તેમાંથી રોજગારના સર્જનને પણ ગતિ આપવા તરફ સરકારનું ધ્યાન કેન્દ્રિત
છે.
સરકારનો વિકાસ પરનો ખર્ચ રસ્તા, પુલો, રેલવે, આરોગ્ય
સેવા અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓના વિકાસને ગતિ આપે છે. આનો આર્થિક વધારા પર સકારાત્મક
પ્રભાવ પડે છે. આમાંથી રોજગારનું સર્જન થવાની સાથે સ્પર્ધાત્મકતા વધે છે. બજેટમાં આર્થિક
દૃષ્ટિકોણ અને ધ્યેય એ મહત્ત્વનું રહ્યું છે. સરકારે આર્થિક વધારાનો ઉપેક્ષિત દર, ફુગાવાના
દર અને બેરોજગારીના દર જેવા ઘટકોનો અંદાજ લીધો હોવાથી તેના આધારે આર્થિક નીતિ નક્કી
કરી છે. આ જોગવાઈઓનાં લાંબા ગાળાનાં પરિણામોનો વિચાર કરવો અત્યંત મહત્ત્વનું છે.
મુંબઈ ભારતની આર્થિક રાજધાની તરીકે વિખ્યાત છે. બૅન્કિંગ,
વિમા, માહિતી ટેક્નૉલૉજી, મનોરંજન અને પર્યટન જેવાં ક્ષેત્રમાંના ઉદ્યોગોનો આમાં મહત્ત્વનો
ફાળો છે. આ ક્ષેત્રમાં વધારો અને આંતરરાષ્ટ્રીય રોકાણને લઈ અર્થતંત્ર વધવાને ગતિ મળે
છે. માત્ર મુંબઈ શહેરનો જ નહીં, સંપૂર્ણ રાજ્યનો વિકાસ કરવાની નીતિ સરકારે ઘડી છે.
મુંબઈ મહત્ત્વનું વ્યાપાર અને વાણિજ્ય કેન્દ્ર હોવાથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને રોકાણમાં
વધારો થાય તો અર્થતંત્રનો વેગ વધી શકે છે. આ દૃષ્ટિએ સરકારે વિશેષ યોજના હાથ ધરી હોવાનું
બજેટમાં દેખાય છે.