પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, પણ આ રાજ્યોમાં સત્તા પરના પક્ષ અને નેતાઓને ચૂંટણીમાં પોતાનો વિજય અનિશ્ચિત જણાય છે. આ ભય એટલો બધો છે કે ચૂંટણીઓને લગભગ એક-દોઢ વર્ષ બાકી હોવા છતાં આ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ અત્યારથી જ પ્રાદેશિક અસ્મિતા અને ભાષાના મુદ્દાને લઈ ઉત્તર-દક્ષિણનો સંઘર્ષ ઊભો કરવા તથા આ મુદ્દે લોકલાગણી ભડકાવવાનું શરૂ કર્યું છે.
તામિલનાડુમાં હિન્દીનો વિરોધ
પહેલેથી જ છે, પણ હવે ‘રાષ્ટ્રીય શિક્ષણનીતિ’ના ત્રિભાષા સૂત્રને લઈ હિન્દીનો વિરોધ
કરી આ વિવાદને નવેસરથી ચગાવવાનો તામિલનાડુના મુખ્ય પ્રધાન સ્ટાલિનનો જોરદાર પ્રયાસ
ચાલુ છે. પણ આ બધા સંઘર્ષ ભારતવિરોધી આંતરરાષ્ટ્રીય ટૂલકિટનો જ ભાગ છે, તેની પણ હવે
લોકોને જાણ થઈ છે. મુખ્ય પ્રધાન સ્ટાલિનના શબ્દો અને નિવેદનો એવા છે જાણે તામિલનાડુ
પર આક્રમણ કર્યું હોય. કેન્દ્ર સરકારે તેમના પક્ષના કાર્યકર્તાઓએ રેલવે સ્ટેશનનાં પાટિયાં
પર દેવનાગરીમાં લખેલાં સ્ટેશનનાં નામો પર કાળા રંગનો કૂચડો ફેરવ્યો છે તેમ જ તેમના
સાંસદોએ સંસદમાં આ મુદ્દા પર હોબાળો પણ મચાવ્યો છે. હાલ તામિલનાડુના મુખ્ય પ્રધાન ફરી
એક વેળા ભાષા વિવાદને લઈ તમિળભાષી લોકોની લાગણી ઉશ્કેરી રહ્યા છે.
તૃણમૂલ કૉંગ્રેસે આ રાજ્યમાં
સળંગ ત્રણ વેળા વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી છે, છતાં મમતા જનતાની આકાંક્ષા પૂર્ણ
કરવામાં નિષ્ફળ રહ્યાં છે. ત્રણ વેળાની એન્ટિ-ઈન્કમબન્સી અને લોકસભા ચૂંટણીઓ પછી વર્ષભરમાં
ભાજપે હરિયાણા, મહારાષ્ટ્ર તેમ જ દિલ્હી એમ ત્રણ રાજ્યોમાં મેળવેલી સત્તાને કારણે મમતાના
પગ નીચેની જમીન સરકી છે. વળી, સદીમાં એક વાર આવતા મહાકુંભના જબરદસ્ત સફળ આયોજનને લઈ
દેશમાંના હિન્દુઓમાં નિર્માણ થયેલી એકતાને લઈ મમતાની ઊંઘ હરામ થઈ છે. હિન્દુ એક થયા
તો મુસ્લિમ વોટબૅન્ક અને તેમનું એકસાથે થતું મતદાન પણ બચાવી નહીં શકે એનો ભય મમતાના
મનમાં પેસી ગયો લાગે છે.
પશ્ચિમ બંગાળમાં પણ ભાજપનો
પાયો ઝડપથી વિસ્તરી રહ્યો છે. ભાજપે હરિયાણા અને ઓડિશામાં પ્રથમ વેળા જ સ્વબળે સરકાર
સ્થાપન કરી છે. હવે ભાજપે પશ્ચિમ બંગાળ પર લક્ષ કેન્દ્રિત કર્યું છે, પરિણામે આગામી
વર્ષની ચૂંટણીઓ અત્યંત રસાકસીભરી થશે એ સ્પષ્ટ છે. આથી મતદારોમાં તુરંત અમલ કરે એવા
પ્રાદેશિક અસ્મિતા અને ભાષાના મુદ્દા ઉપસ્થિત કરવાના પ્રયાસો મમતાએ આદર્યાં છે.
પશ્ચિમ બંગાળમાં ભાષાનો
મુદ્દો એટલો પ્રભાવી નથી, કારણ કે તે રાજ્યમાં હજારો બિહારી શ્રમિકો તરીકે કામ કરે
છે. આ ઉપરાંત, અસંખ્ય બંગાળીઓ આઈએએસ આઈપીએસ સનદી સેવામાં કાર્યરત હોવાથી તેઓ દેશમાં
વિવિધ પદો પર છે. આથી, તેમને હિન્દી થોપી બેસાડેલી ભાષા લાગતી નથી. મમતાએ મતો માટે
બંગાળી મુસ્લિમોની ખુશામતખોરી માટે બંગાળીભાષી હિન્દુઓ પર કરેલા અન્યાયને લઈ તેઓમાં
સરકાર વિરોધી જનભાવના પહેલેથી જ તીવ્ર છે. ઉપરાંત બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને આપેલા
આશ્રયને લઈ સ્થાનિક બંગાળી લોકો પર અન્યાય થયો છે. આ બધાનું પરિણામ હવે ભોગવવાનું આવશે
તેની પૂરતી જાણ મમતાને થવા લાગી છે, આથી મમતા સ્ટાલિન તરફ ઢળ્યાં છે.