• બુધવાર, 24 એપ્રિલ, 2024

કલસ્ટર રિડેવલપમેન્ટને પ્રોત્સાહન  

મુંબઈમાં કલસ્ટર ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા કલસ્ટર રિડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં પ્રીમિયમ અને ડેવલપમેન્ટ સરચાર્જમાં 50-50 ટકા રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલસ્ટર રિડેવલપમેન્ટ માટે એક વર્ષ સુધી ફંજિબલ એફએસઆઈના વસૂલવામાં આવનારાં પ્રીમિયમ અને ડેવલપમેન્ટ સરચાર્જ બન્નેને ઘટાડીને અડધા કરવાનો પણ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય પછી ઓપન સ્પેસ, દાદરા, લિફ્ટ વગેરે સંદર્ભમાં મળનારા પ્રીમિયમમાં 50 ટકા રાહત આપવાનો આદેશ પણ મુંબઈ મહાનગર પાલિકાને આપવામાં આવ્યો છે. 

મુંબઈની કેટલીક ગીચ વસ્તીમાં હજારો વર્ષ જૂની અને જર્જરિત બિલ્ડિંગો છે, જેનું અલગ અલગ રિડેવલપમેન્ટ કરવું વ્યવહારિક નથી. આવામાં તે વિસ્તારની અનેક બિલ્ડિંગોનું એકસાથે રિડેવલપ કરવાની યોજનાને કલસ્ટર રિડેવલપમેન્ટ કહેવામાં આવે છે. યોજના અંતર્ગત ઓપન સ્પેસ, ઈન્ટરનલ રોડ અને અન્ય સુવિધાઓ માટે પર્યાપ્ત જગ્યા મળે છે. 

મુંબઈમાં ભારે પ્રમાણમાં ભયજનક બિલ્ડિંગો છે તેમ જ અનેક બિલ્ડિંગોનો પુનર્વિકાસ વિવિધ કારણોસર અટક્યો છે. વધુને વધુ બિલ્ડિંગોને એકસાથે લાવી સમૂહ વિકાસ થાય તો તે અધિક ફાયદાકારક ઠરે છે. આ માટે અગાઉ અનેક યોજનાઓ લાવવામાં આવી છે. હવે ભારે સવલતવાળી યોજના જાહેર થઈ છે. જે મૂળ મુંબઈકર છે તેને અન્યાય થાય નહીં, વિકાસના ચક્રમાંથી તે બહાર ફેંકાઈ જાય નહીં અને મુંબઈગરાને પરવડે એવા દરમાં ઘર ઉપલબ્ધ થાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મૂળ નિવાસી વ્યક્તિ માટે આ નિર્ણયને લઈ લગભગ બાંધકામ મફત જેવું હશે.

વાસ્તવમાં શિંદે-ફડણવીસ સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી નવી યોજનાઓ હાથ ધરવાનો, જૂની યોજનાઓને નવો ઓપ આપવાનો, રખડી પડેલી યોજનાઓને પાટે ચઢાવવાનો, વિકાસકામોને પ્રાધાન્ય આપવાની નીતિ દ્વારા મહારાષ્ટ્રએ પ્રગતિના પંથે હરણફાળ કરવા માટે કમર કસી છે. નવી નીતિઓની ઘોષણાને લઈ હવે સરકારની લોકપ્રિયતામાં વધારો થાય અને ચૂંટણીમાં લાભ મળે તેવી શક્યતા વધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક