• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

`પાસ-નાપાસ' : પદ્ધતિ  

દસમા ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે. તેમાં સીબીએસસીમાં 2,10,000 તો મહારાષ્ટ્ર રાજ્ય મંડળની પરીક્ષામાં 83,278 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. `પાસ-નાપાસ' પરીક્ષા પદ્ધતિ શિક્ષણ વિષયક નીતિ છે. આમાં વિદ્યાર્થીઓ ભણે છે કે નહીં તે પ્રતિ દુર્લક્ષ થતાં જ્ઞાનપ્રક્રિયાનું સ્થાન ગૌણ રહ્યું છે. આજે પણ શિક્ષણ પદ્ધતિ પરીક્ષાના એક જ કેન્દ્ર ફરતી જણાય છે. 

વિદ્યાર્થીને નાપાસ કરીને એ જ વર્ગમાં રાખવાથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો થાય છે એવું કોઈપણ સંશોધનથી સાબિત થતું  નથી. આનાથી ઊલટું વિદ્યાર્થીના કપાળે નાપાસનો સિક્કો લાગતાં વિદ્યાર્થી પ્રવાહમાંથી અનેક વેળા કાયમ માટે બહાર ફેંકાઈ જાય છે.શિક્ષણની પ્રક્રિયામાં દરેક વિદ્યાર્થી શીખતો હોય છે એ જોવું અને તેના કૌશલ્યની ક્ષમતામાં વિકાસ થાય તો વિદ્યાર્થીની સર્વાંગી પ્રગતિ થવી એ વ્યવસ્થા સમક્ષ પડકારરૂપ કામ છે. ફક્ત પરીક્ષાની ધાક દાખવીને અને તેમાં નાપાસ 

કરીને તેમાંથી કંઈ સાધ્ય થવાનું નથી. મૂલ્યમાપનનો હેતુ ફક્ત વિદ્યાર્થીનું ગુણાત્મક મૂલ્યમાપન કરવું અને તે સુધારવાનો પ્રયત્ન કરવો એ છે.

એક વેળા વિદ્યાર્થી નાપાસ થાય કે તેના શિક્ષણમાં વિક્ષેપ પડે  તેમાંથી બાળમજૂરીનું દુષ્ચક્ર શરૂ થાય છે. સામાન્ય રીતે આર્થિક અને સામાજિક દૃષ્ટિએ ઉચ્ચ સ્તરના વિદ્યાર્થીઓમાં નાપાસ થવાનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ વંચિત કે સામાજિક દૃષ્ટિએ નિમ્ન સ્તર પરના જે વિદ્યાર્થી શાળામાં આવે છે તે મોટે ભાગે શાળાએ જનારા તેમના કુટુંબની પહેલી પેઢીનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. દસમામાં સંતાન નાપાસ થાય તો વાલી પણ હતાશ થઈ જતા હોય છે. વિદ્યાર્થીમાં નકારવામાં આવ્યાની ભાવના પ્રબળ થતાં અનેક વેળા માનસિક તાણ અસહ્ય બને છે.

આજે શિક્ષણ વ્યવસ્થાનો ભાર પરીક્ષા પર છે. શાળાનો દરજ્જો ઠેરવવા કે વિદ્યાર્થીઓનું મૂલ્યમાપન કરવા માટે બીજો કોઈ માપદંડ નથી. નાપાસ વિદ્યાર્થીઓ માટે કેટલાંક સ્થળે ચળવળના સ્વરૂપમાં શાળા ચાલે છે. તેમાં આત્મવિશ્વાસ વધારી શિક્ષણમાં રુચિ સંપન્ન કરવામાં આવે છે. શાળા બૌદ્ધિક ગૂંચવાડો નહીં બનતાં શિક્ષણના ગુરુકુળ જેવી બનવી જોઈએ. આઈન્સ્ટાઈન, કુસુમાગ્રજ, અમિતાભ બચ્ચન, સચીન તેંડુલકર જેવા મોટા દિગ્ગજો પણ જીવનમાં ક્યારેક પરીક્ષામાં નાપાસ થયા છે, પરંતુ નિષ્ફળતાથી હતાશ નહીં થઈ જતાં સકારાત્મક દૃષ્ટિએ તેઓએ પોતાના આયુષ્યનું સોનેરી ઘડતર કર્યું છે. વિશ્વના સૌથી હોંશિયાર માનવામાં આવતા ફિનલૅન્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાનું ટૅન્શન નથી હોતું, આનાથી ઊલટું શિક્ષકોનું મૂલ્યમાપન કરવાનો તેઓને અધિકાર હોય છે. આ સ્તર સુધી પહોંચવું આપણા માટે શક્ય નથી; પરંતુ ફિનલૅન્ડના જ્ઞાનરચનાવાદી શિક્ષણ વ્યવસ્થાની દિશાએ જવાનો પ્રયાસ તો કરી શકીએ ને!

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ