મરાઠા અનામત માટે જાલના જિલ્લાના આંતરવાલી સરાટી ખાતે મનોજ જરાંગે પાટીલે શરૂ કરેલા ઉપવાસના સત્તરમા દિવસે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે સરબત લઈ પારણાં કર્યાં છે. અનામત નિર્ણય માટે અગાઉ આપવામાં આવેલી મહિનાની મુદત તેઓએ વધુ દસ દિવસ વધારી છે, પરંતુ ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે એમ તેમણે જણાવ્યું છે. જ્યારે મરાઠા અનામત આપવાની રાજ્ય સરકારની સ્પષ્ટ ભૂમિકા છે. કાયમી સ્વરૂપે ટકે એવી અનામત આપવા સરકાર કટિબદ્ધ છે એવી નિસંદિગ્ધ ખાતરી મુખ્ય પ્રધાન શિંદેએ આપી છે.
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં કેટલાક નવા નવા સંઘર્ષ ઊભા થઈ રહ્યા છે અને સરકાર ગંભીર રાજકીય સંકટમાં સપડાશે કે શું એવો ભય ઊભો થયો હતો પરંતુ શિંદેના હસ્તે જરાંગેએ ઉપવાસનાં પારણાં કર્યાં પછી રાજ્ય પર છવાયેલાં રાજકીય અનિશ્ચિતતાનાં અને તાણનાં વાદળો હાલ તો વિખેરાઈ ગયાં છે. જોકે મરાઠા સમાજને ચોક્કસ કેવી અનામત મળશે અને તે માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને બીજા સંબંધિતો કેવી રીતે માર્ગ કાઢે છે તે પ્રશ્ન આજે પણ છે.
એકનાથ શિંદેએ પોતાના ભાષણમાં, `ઉપવાસના સ્થળે નહીં જવાની' સલાહ આપવામાં આવતી હતી, એવું વિધાન કર્યું શેર કરો -