• મંગળવાર, 06 જૂન, 2023

કૂનોમાં વધુ બે બાળ ચિત્તાનાં મૃત્યુ  

નવી દિલ્હી, તા.25: કૂનો અભયારણ્યમાંથી ફરી એકવાર માઠા સમાચાર આવ્યા છે. નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાનાં વધુ બે બચ્ચાનાં મૃત્યુ થઈ ગયા છે. આ પહેલા 23મીએ પણ એક બચ્ચાનું મોત નિપજ્યું હતું. આ ચિંતાજનક સમાચારને પગલે હવે બાકીનાં 3 બચ્ચા અને માદા ચિત્તો જ્વાલાને વન્યપ્રાણી ચિકિત્સકોની ટીમની દેખરેખ હેઠળ રાખી દેવામાં આવ્યા છે. આમ, કુલ મળીને અત્યાર સુધીમાં 3 બચ્ચા અને 3 ચિત્તાનાં કૂનો નેશનલ પાર્કમાં મૃત્યુ થઈ ગયા છે. મધ્યપ્રદેશનાં મુખ્ય વન સંરક્ષક તરફથી જણાવવામાં આવ્યું હતું કે, 23મી મેથી ભીષણ ગરમી અને લૂ ફૂંકાતી રહી છે.