• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

મારો પક્ષ અને મહારાષ્ટ્રની જનતા કેજરીવાલ સાથે : શરદ પવાર  

શરદ પવારે જણાવ્યું હતું કે દિલ્હી સરકારના મુદ્દા અંગે એનસીપીએ કેજરીવાલને ટેકો જાહેર કર્યો છે. આજે દેશ સામે નવો સવાલ ઊભો થયો છે. આ સવાલ માત્ર દિલ્હીનો નથી તો સંસદીય લોકશાહીના સંરક્ષણનો સવાલ છે. દિલ્હીમાં સંસદીય લોકશાહી ઉપર આઘાત થઈ રહ્યા છે. લોકશાહીમાં ચૂંટાઈ આવેલી સરકાર નિર્ણય લેતી હોય છે. નિમણૂંક કરેલા પ્રશાસકીય અધિકારીઓનો ઉપયોગ કરીને સરકાર ઉપર પ્રહારો થઈ રહ્યા છે. આ સવાલ અને મુદ્દો લોકશાહી બચાવવાનો છે.  

આજે દિલ્હીમાં કોની સરકાર છે, તેના પર ચર્ચા કરવાનો સમય નથી. લોકશાહી બચાવવાનો સમય આવી ગયો છે. પોતાનો અધિકાર બચાવવા કેજરીવાલ અને માન અહીં આવ્યા છે. તેમણે ટેકો માગ્યો છે. મારો, મારા પક્ષનો અને મહારાષ્ટ્રની જનતાનો તેમને ટેકો છે. શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે એનસીપી પક્ષ પોતાનાથી બનતી તમામ મદદ કરશે તે ઉપરાંત દેશભરમાંના અન્ય નેતાઓનો ટેકો મેળવવા પ્રયાસ કરશે. મને સંસદમાં જઈને 56 વર્ષ થયા છે. જેનો લાભ એ છે કે દેશના કોઈપણ રાજ્યમાંના કોઈપણ નેતા કે સાંસદ સાથે વ્યકિતગત સંબંધો છે, અનેક જણ સાથે મેં કામ કર્યું છે. આ સવાલ દિલ્હીનો કે આમઆદમી પક્ષનો નથી. દેશમાં લોકાનિયુકત કરેલી સરકારના નિર્ણય લેવાના અધિકારને બચાવવાનો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ