• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

નરેન્દ્ર મોદી વિશ્વના સહુથી લોકપ્રિય નેતા  

એપ્રુવલ રેટિંગમાં

ન્યૂ યૉર્ક, તા. 15 : વિશ્વના લોકપ્રિય નેતા તરીકે 76 ટકા લોકો નરેન્દ્ર મોદીને પસંદ કરે છે. કુલ 100 ટકામાંથી પાંચ ટકા લોકોએ વડા પ્રધાન મોદી વિશે કોઈ અભિપ્રાય આપ્યો નહોતો જ્યારે 18 ટકા લોકોએ વિશ્વના સહુથી લોકપ્રિય અને સ્વીકાર્ય માટે નરેન્દ્ર મોદીને નામંજૂર કર્યા છે.અમેરિકાસ્થિત કન્સલ્ટિંગ ફર્મ `મોર્નિંગ કન્સલ્ટ'ના સર્વેક્ષણનાં તારણ અનુસાર લોકોનાં મંતવ્યો છઠ્ઠીથી 12 સપ્ટેમ્બર, 2023ના સમયગાળામાં લેવામાં આવ્યાં હતાં. 

જી20 શિખર પરિષદની જ્વલંત સફળતા પછી વૈશ્વિક સ્તરે નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા યથાવત્ છે. ગ્લોબલ એપ્રુવલ રેટિંગ અંગે વડા પ્રધાન મોદી લાંબા સમયથી વિશ્વના પ્રથમ ક્રમાંકના નેતા છે.

મોદી પછી દ્વિતીય ક્રમાંકે 64 ટકા એપ્રુવલ રેટિંગ સાથે સ્વિસ રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ છે. ત્રીજા ક્રમાંકે મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રેડોર છે. મેક્સિકોના રાષ્ટ્રપતિનું રેટિંગ 61 ટકા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાયડન સાતમા અને બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક 15મા ક્રમાંકે છે.