• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

ઓડિશાના બારગઢમાં માલગાડી ટ્રેક ઉપરથી ઊતરી  

બારગઢ, તા. 5: ઓડિસાના બારગઢમાં માલગાડી ડિરેલ થયાના અહેવાલ સામે આવ્યા છે. કહેવાય છે કે માલગાડીમાં ચુનાના પથ્થર લાદવામાં આવ્યા હતા અને તેના પાંચ કોચ બારગઢમાં ટ્રેક ઉપરથી ઉતરી ગયા હતા. આ ઘટના પ્રાઇવેટ લાઇન ઉપર થઈ છે. જેની સારસંભાળ રેલવે દ્વારા કરવામાં આવતી નથી. ઘટનામાં કોઈને નુકસાનના અહેવાલ નથી. બનાવની જાણકારી મળતા જ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.  ઉલ્લેખનીય છે કે ઓરિસ્સાના જ બાલાસોર જિલ્લામાં શુક્રવારે રાત્રે થયેલી ટ્રેન દુર્ઘટનામાં 270થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે અને 1100થી વધારે યાત્રીઓ ઘાયલ થયા છે.