• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

છત્તીસગઢમાં નક્સલવાદીઓ દ્વારા વિસ્ફોટ : 3 જવાન ઘાયલ  

રાયપુર, તા. 5 : છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલવાદીઓએ સશત્રદળના જવાનોને નિશાન બનાવતો હુમલો કર્યો છે. બીજાપુરમાં આજે સવારે કરવામાં આવેલા એક આઇઇડી વિસ્ફોટમાં સીઆરપીએફના 3 જવાન ઘાયલ થઈ ગયા હતા. જેમાંથી એકની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે. ત્રણેય જવાનને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમની હાલત ધ્યાને લેતા તેમને હવાઈમાર્ગેથી રાયપુર પહોંચાડવાની તૈયારી પણ કરવામાં આવી છે. આજે સવારે આ જવાનો ગંગાલૂર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ટેકામેટા પહાડી પાસે નક્સલીઓએ સવારે 10.30 વાગ્યા આસપાસ ધડાકો કર્યો હતો. જેમાં આ જવાનો ઘવાયા હતા.