• બુધવાર, 29 નવેમ્બર, 2023

અદાણી પોર્ટ-મુંદ્રાને સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્લેટિનમ એવૉર્ડ  

અમદાવાદ, તા. 20 : અદાણી પોર્ટ-મુંદ્રાએ સુરક્ષા અને સલામતી મામલે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. એપેક્સ ઇન્ડિયાફાયર ઍન્ડ સેફ્ટી મેઝર્સ એવૉર્ડ-2023માં મુંદ્રાને શ્રેષ્ઠ પોર્ટ તરીકે નવાજવામાં આવ્યું છે. APSEZને ફાયર ઍન્ડ સેફ્ટીમાં સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પ્લેટિનમ એવૉર્ડ પ્રાપ્ત થયો છે. 

અૉક્ટો-2023ના રોજ 8મી એપેક્સ ઇન્ડિયા OSH કૉન્ફરન્સ અને એક્સ્પો-2023માં ઉદયપુર ખાતે આયોજિત એવૉર્ડ સમારંભમાં સાંસદ મનોજ તિવારીના હસ્તે પ્લેટિનમ એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. APSEZ ફાયર સર્વિસિઝ દ્વારા છેલ્લા 3 વર્ષમાં પોર્ટ રોડ અકસ્માત અને બચાવ કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી 10 ડ્રાઈવરોના જીવન બચાવાયા છે.