• શુક્રવાર, 29 માર્ચ, 2024

પશ્ચિમી દેશોના પ્રતિબંધો હટાવવા ભારત સહિતના દેશો ઉપર રશિયાનું દબાણ?  

નવીદિલ્હી,તા.24: યુક્રેન ઉપર આક્રમણ પછી રશિયા ઉપર અમેરિકાની આગેવાનીમાં પશ્ચિમી દેશોએ અનેક આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે. આ પ્રતિબંધોને પગલે રશિયાની હાલત ખરાબ થઈ છે. હવે આ સ્થિતિમાં રશિયા એફએટીએફનાં પ્રતિબંધો સહિતને રોકવા માટે અન્ય દેશો ઉપર દબાણ કરી રહ્યું છે. ક્રેમલિન પડદા પાછળથી ભારત સહિતનાં દેશોને આનાં માટે દબાણ કરી રહ્યું હોવાનું જાણવા મળે છે. આટલું જ નહીં તે આનાં માટે સંરક્ષણ અને ઉર્જાનાં સોદા-કરારો સમાપ્ત કરી નાખવાની ચીમકી પણ આપી રહ્યું છે. 

એક અહેવાલ અનુસાર પુતિન પ્રશાસન આ દેશો પાસેથી પોતાની સામેનાં પ્રતિબંધોને રોકવામાં મદદ માગી રહ્યું છે. સાફ શબ્દોમાં કહીએ તો રશિયા ઈચ્છે છે કે, ભારત જેવા દેશ રશિયા ઉપરનાં પ્રતિબંધોનો ખુલીને વિરોધ કરે. નાણાનાં ગેરકાનૂની હવાલાઓ ઉપર નજર રાખતી સંસ્થા ફાયનાન્શીયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની બેઠક જૂનમાં યોજાવાની છે. આ બેઠક પહેલા રશિયા પોતાનાં વાણિજ્યિક ભાગીદારો ઉપર નિશાન સાધી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, એફએટીએફ દ્વારા ફેબ્રુઆરીમાં રશિયાની સદસ્યતા સસ્પેન્ડ કરી નાખવામાં આવી હતી. હવે યુક્રેન ઈચ્છે છે કે, એફએટીએફ પોતાના બ્લેક લિસ્ટ કે ગ્રે લિસ્ટમાં રશિયાને જોડીને તેનાં ઉપર નવા પ્રતિબંધો લગાવે.

ઇ-પેપરના નવા શુલ્ક