• રવિવાર, 14 એપ્રિલ, 2024

શોએબ બશીર નવો રવિચંદ્રન અશ્વિન  

ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન માઇકલ વોનનો દાવો 

લંડન, તા.1: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનનું માનવું છે કે યુવા સ્પિનર શોએબ બશીરના રૂપમાં ટીમને વિશ્વસ્તરીય સ્પિનર મળી ગયો છે. જે કામ ભારત માટે રવિચંદ્રન અશ્વિન કરી રહ્યો છે. તે કામ શોએબ બશીર ઇંગ્લેન્ડ માટે કરશે. રાંચી ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો પરાજય થયો હતો. જો કે મેચમાં સ્પિનર બશીરે પ્રભાવશાળી દેખાવ કરીને 8 વિકેટ લીધી હતી. જેમાં પહેલા દાવમાં 5 વિકેટ હતી. માઇકલ વોન કહે છે કે શોએબ બશીરના રૂપમાં ઇંગ્લેન્ડને નવો સુપરસ્ટાર મળી ગયો છે. ઇંગ્લેન્ડે નવો રવિચંદ્રન અશ્વિન શોધી લીધો છે. વોનનું કહેવું છે કે પાંચમો ટેસ્ટ ધર્મશાલા ખાતે રમાવાનો છે. ત્યાંની મોસમ ઠંડી છે. જેનો ફાયદો ઇંગ્લેન્ડને મળશે. વોર્ન કહે છે કે મને ધર્મશાલામાં ઇંગ્લેન્ડના વિજયની આશા છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ