ફૂટબૉલ મહિલા વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલ જંગ
મેલબોર્ન, તા.13: મહિલા ફૂટબોલની સેમિ ફાઇનલની ચાર ટીમ નિશ્ચિત થઇ ચૂકી છે. ગઇકાલે રમાયેલા બે કવાર્ટર ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની મહિલા ટીમનો વિજય થયો હતો. આ પહેલા સ્પેન અને સ્વીડનની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી હતી.
હવે તા. 15 ઓગસ્ટે પહેલો સેમિ ફાઇનલ મેચ સ્પેન અને સ્વીડન વચ્ચે ઓકલેન્ડ-ન્યૂઝીલેન્ડ ખાતે રમાશે જ્યારે તા. 16 ઓગસ્ટે બીજો સેમિ ફાઇનલ મુકાબલો ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે સિડનીમાં રમાશે. મહિલા ફૂટબોલ વર્લ્ડ કપનો ફાઇનલ મેચ તા. 19 ઓગસ્ટે મેલબોર્નમાં રમાશે.
ગઇકાલે રમાયેલા ત્રીજા કવાર્ટર ફાઇનલમાં હોમ ટીમ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમનો ફ્રાંસ વિરુદ્ધ પેનલ્ટી શૂટઆઉટમાં 7-6 ગોલથી દિલધડક વિજય થયો હતો અને સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી જ્યારે ચોથા અને આખરી ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે કોલંબિયાની ટીમને 2-1 ગોલથી હાર આપીને સેમિમાં એન્ટ્રી કરી હતી.