• શનિવાર, 20 એપ્રિલ, 2024

લક્ષ્ય સેન થાઇલૅન્ડ અૉપનની સેમિ ફાઇનલમાં  

બેંકોક, તા.2: ભારતનો યુવા શટલર લક્ષ્ય સેન થાઇલેન્ડ ઓપન સુપર-500 બેડમિન્ટન ટુર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચી ગયો છે જ્યારે કિરણ જોર્જની કવાર્ટર ફાઇનલમાં હાર સાથે સફર સમાપ્ત થઈ છે. 21 વર્ષીય લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મલેશિયાના ખેલાડી લિયોંગ જુનને 21-19 અને 21-11થી હાર આપી હતી. આ વિજય સાથે લક્ષ્ય સેન વર્તમાન સીઝનમાં પહેલીવાર સેમિ ફાઇનલમાં પહોંચ્યો છે. આજના અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં ભારતનો નવોદિત અને પ્રતિભાશાળી ખેલાડી કિરણ જોર્જ ફ્રાંસના ટોમા જુનિયર સામે 16-21 અને 17-21થી હારીને થાઇલેન્ડ ઓપનની બહાર થયો હતો. સ્ટાર પીવી સિંધુ અને કે. શ્રીકાંત પહેલા રાઉન્ડમાં અને અનુભવી સાઇના નેહવાલ બીજા રાઉન્ડમાં જ હારીને આઉટ થયા હતા. સાત્વિક-ચિરાગની જોડી પણ ગઇકાલે બીજા રાઉન્ડમાં ઉલટફેરનો ભોગ બની હતી.