• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

ફાઇનલમાં પાકિસ્તાનને 2-1થી હરાવી જુ. એશિયા કપમાં ભારત ચોથીવાર ચૅમ્પિયન  

સાલાલાહ (ઓમાન), તા.2: ભારતીય યુવા પુરુષ હોકી ટીમે પરંપરાગત હરીફ પાકિસ્તાનને ફાઈનલમાં 2-1થી હાર આપીને ચોથીવાર જુનિયર એશિયા કપનો ખિતાબ જીત્યો છે. 8 વર્ષ બાદ યોજાયેલા આ ટુર્નામેન્ટને જોવા માટે ભારત-પાકિસ્તાનના પ્રશંસકો સ્ટેડિયમમાં ઉમટી પડયા હતા. 

આખરી ક્ષણોમાં બરાબરીનો ગોલ કરવા માટે પાકિસ્તાને આક્રમક હોકી રમી હતી, પણ ભારતીય ગોલકીપર મોહતિની આગેવાનીમાં રક્ષાહરોળે પાક.ના દરેક શોટ નિષ્ફળ બનાવ્યા હતા.  રોમાંચક ફાઇનલમાં ભારત તરફથી અંગદબીર સિંઘે 12મી અને અરાઇજીત સિંઘે 19મી મિનિટે ગોલ કર્યાં હતા. પાકિસ્તાન તરફથી એકમાત્ર ગોલ 37મી મિનિટે બશારત અલીએ કર્યોં હતો.

જુનિયર એશિયા કપમાં ભારતીય યુવા હોકી ટીમ ચોથીવાર ચેમ્પિયન બની છે. આ પહેલા 2004, 2008 અને 201પમાં વિજેતા બની હતી જ્યારે પાક. ટીમ 1987, 1992 અને 1996માં ચેમ્પિયન રહી ચૂકી છે. બન્ને ટીમ આ પહેલા ત્રણ વખત જુ. એશિયા કપના ફાઇનલમાં ટકરાઇ હતી. 1996માં પાક. ટીમ અને 2004માં ભારત ચેમ્પિયન થયું હતું. હવે ફરી એકવાર ભારતે પાક. ટીમને પછાડી છે. કોરોના મહામારીને લીધે આ ટુર્નામેન્ટનું આયોજન 2021માં રદ થયું હતું. લીગ મેચમાં ભારત-પાક.નો મેચ 1-1થી ડ્રો રહ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ